________________ સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય 235 છ વર્ગોમાં વહેંચી શકીએ : (1) લોકગીતો (2) ગીતકથાઓ (3) લોકવાર્તાઓ-લોકથાઓ (4) લોકનાટ્ય (ભવાઈ) (5) કહેવતો (6) પ્રકીર્ણ લોકસાહિત્ય કે જેમાં ઉખાણાં, લોકોકિતઓ, જોડકણાં, રમતગીતો ઇત્યાદિનો સમાવેશ કરી શકીએ. કંઠોપકંઠ લોકહૈયામાં સચવાતું આવેલું સૌરાષ્ટ્ર પ્રદેશનું લોકસાહિત્ય સમૂહનું સર્જન છે. આખા લોકસમુદાય દ્વારા એની રચના થતી આવે છે. એમાં લાઘવ, સરળતા, ગેયતા, સ્વાભાવિકતા, પ્રકૃતિ સાથેનું તાદાત્મ વગેરે તત્ત્વોની સાથે વાસ્તવિક જીવાતા જીવન સાથેનો સુમેળ સધાયો હોય છે. માનવ-સંવેદનોની સાથે પ્રકૃતિનાં તમામ તત્ત્વો અગ્નિ, આકાશ, તેજ, વાયુ, ધરતી, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, પશુ-પક્ષીઓ, ડુંગરા, નદી, મંદિર, મહેલાતો, વાવ, કૂવા, તળાવ ને પાણિયારા, ઝાડી ને જંગલ, દરિયો ને નાવડી, ઘોડાં ને ઘમસાણ... એમાં વર્ણવાતાં આવે છે. સંસાર-જીવનનાં સુખદુ:ખ આ લોકસમુદાયે પોતાના સાહિત્યમાં ગાયાં છે. પોતાની અંગત ઊર્મિ સાર્વજનીન રીતે પ્રવાહિત થઈ જનસમસ્તની ઊર્મિ તરીકે વિશિષ્ટ સંવેદનો જન્માવે છે. એક સંસ્કાર-સમૃદ્ધ વારસા તરીકે સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું અવલોકન કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે સાવ સીધા સાદા સરળ શબ્દોમાં વ્યક્ત થયેલા સમસ્ત લોકસમુદાયના મનોભાવોમાં માનવજીવન અને તળપદા સમાજનું પ્રતિબિંબ ઝીલાતું આવ્યું છે. પ્રકારની દષ્ટિએ લોકગીત હોય કે લોકવાર્તા, ગીતકથા હોય કે ભવાઈવેશ, કહેવત હોય કે પરંપરિત લોકભજનો. પણ એમાં નરી વાસ્તવિકતા નિરૂપિત થતી આવી છે. સંઘજીવનને પરિપાક વહેલી સવારના પરોઢિયાથી માંડીને ગળતી માઝમ રાત સુધીનું કે હાલરડાંથી માંડીને મરશિયા સુધીનું તમામ પ્રકારોમાં સર્જાયેલું સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય કાઠી, કણબી, બ્રાહ્મણ, કોળી, વાણિયા, લોહાણા, સુથાર, લુહાર, કુંભાર, માળી, મોચી, વાળંદ, ગરાસિયા, રજપૂત, રબારી, ભરવાડ, સથવારા, આહીર, માલધારી, ચારણ, બારોટ, તુરી, મીર, લંધા, હરિજન, ભંગી, મેમોગ, ખોજ, સીદી, વોરા, મેર, ખાંટ, દરજી, ખત્રી, ભાણશાળી, વાઘરી, સોની, કંસારા, સલાટ, ભાવસાર, છીપા, વાંઝા, ખલાસી, ખારવા, મઢાર, ઘાંચી, મિયાણા, ઠાકરડા, માછી, અતીત, રામાનંદી, વેરાગી, વણઝારા, ઓડ, રાવળયા, બજાણિયા, સરાહિયા, વાદી, જોગી, ભાંડ, સુમરા, ખવાસ, પીંજારા, સિપાઈ, જત, મુમના... એમ જુદી જુદી કોમ, જાતના લોક-સમુદાયો