________________ 234 અમૃત મહોત્સવ સ્મૃતિ | 31. સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય - પ્રભાશંકર તરિયા સમગ્ર ભારતવર્ષમાં સંસ્કૃતિની દષ્ટિએ અને સાહિત્યની દૃષ્ટિએ અનેક વિશિષ્ટતાઓથી સભર એવા સૌરાષ્ટ્ર પ્રદેશનું એક આગવું સ્થાન અને માન છે. પ્રાચીનકાળથી જ સૌરાષ્ટ્ર પ્રદેશ ધર્મ, અધ્યાત્મ અને સાહિત્યના ક્ષેત્ર તરીકે પુરાણગ્રંથોમાં વર્ણવાયો છે. સોરઠ, હાલાર, ઝાલાવાડ, પાંચાળ, ગોહિલવાડ, ઘેડ, ગીર, નાઘેર, ઓખા, બાબરિયાવાડ, બરડ, ભાલ, વાળાડ... એમ જુદા જુદા નામથી પ્રદેશભેદે સ્પષ્ટ રીતે ભિન્ન ભિન્ન લોકસમુદાયો, બોલી, ભાષા, રીતરિવાજો, વિધિ-વિધાનો, પહેરવેશ, અલંકારો, રહેણી-કરણી, લોકમાન્યતાઓ વગેરેમાં પોતપોતાનાં પોતીકાં-આગવાં લક્ષણો સાચવતા આવા છે... ને છતાં એ દરેકમાં સૌરાષ્ટ્રની પ્રાદેશિકતા તો અખંડ અવિચ્છિન્નપણે જળવાતી આવી છે. ભારતના અન્ય પ્રદેશોના સાહિત્યની માફક સૌરાષ્ટ્રના લોકસાહિત્યનો પાગ આગવો મિજાજ છે. વિષયવૈવિધ્યની દષ્ટિએ, ઢાળ, ઢંગ, તાલની દષ્ટિએ અને સંખ્યાની દ્રષ્ટિએ અન્ય કોઈ પ્રદેશનું સાહિત્ય એની તોલે ન આવી શકે એટલી વિપુલતા સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં જોવા મળે છે. ઘણા લાંબા સમયકાળથી રચાતું ગવાતું આવેલું આ સાહિત્ય સમસ્ત જનસમુદાયનું સાહિત્ય છે. એમાં કોઈ એક કવિ કે કર્તાની છાપ જોવા નહીં મળે પણ સૌરાષ્ટ્ર પ્રદેશના લોકસમાજનાં ધાર્મિક, સામાજિક, ઐતિહાસિક, નૈતિક, આધ્યાત્મિક લક્ષાગો, લોકમાન્યતાઓ અને સમસ્ત જીવન વ્યવહારનું પ્રતિબિંબ એમાં પડેલું. છે. પ્રકૃતિપરાયણ લોકજીવનમાં કંઠોપકંઠ ઊતરી આવેલું આ લોકસાહિત્ય એટલે તો આપણા આંતર મર્મ સુધી પહોંચે છે. સૌરાષ્ટ્ર પ્રદેશના લોકસાહિત્યને સમજવા માટે સગવડતા ખાતર આપણે