________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ છે, તેથી કુલમંડનીને વિવેકમંડનનું વિશેષણ જ ગણવું જોઈએ - ‘મુનિકુલના મંડનરૂપ” એવા અર્થમાં. હવે આ વંશવૃક્ષ વિશેની માહિતી સંકલિત કરીને જોઈએ. તપગચ્છમાં દેવેન્દ્રસૂરિ પાસે દીક્ષિત થયેલા વિજ્યચંદ્રસૂરિએ જુદી પ્રરૂપણા કરી. એ ખંભાતમાં વડી પોશાળમાં રહ્યા, તેથી એમનો વૃદ્ધ પૌશાલિક તપગચ્છ, ટૂંકમાં વડો તપગચ્છ કહેવાયો. આ ઘટના સં. ૧૪મી સદીની પહેલી પચીસીમાં બની. વડતપગચ્છમાં રત્નાકરસૂરિ નામે આચાર્ય થયા, જે “રત્નાકર-પંચવિશતિ'ના કર્તા ગણાય છે. સં. ૧૩૭૧માં સમરા શાહે કરેલા શત્રુંજય-ઉદ્ધાર પ્રસંગે આદીશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાર આ રત્નાકરસૂરિ હતા એમ કેટલાકનું માનવું છે. એમનાથી રત્નાકરગચ્છ અસ્તિત્વમાં આવ્યો. રત્નાકરગચ્છની ભૂગુકચ્છીય શાખામાં વિજયરત્નસૂરિ થયા, જેમના પ્રતિમાલેખો સં. ૧૫૧૩થી ૧પ૬૬ના મળે છે. વિજય રત્નસૂરિના શિષ્ય ધર્મરત્નસૂરિ થયા, જેમના પ્રતિમાલેખો સં. ૧૫૪૪થી ૧૫૬૬ના મળે છે. ધર્મરત્નસૂરિ રાણા સંગ સંગ્રામસિંહના સમયમાં (સં. ૧૫૬૫થી 1586) ચિતોડ ગયા ત્યારે એમણે તોલા શાહના સૌથી નાના પુત્ર કમ શાહને હાથે શત્રુંજયનો ઉદ્ધાર થશે અને પોતાના શિષ્ય તેની પ્રતિષ્ઠા કરશે એમ જણાવેલું. પછી એ વિનયમંડન પાઠકને ત્યાં મૂકી ચાલી નીકળેલા. ત્યાર પછી તોલા શાહનું મૃત્યુ થયું. કર્મા શાહ મોટા થયા. સં. ૧૫૮૩માં બહાદુરશાહ ગુજરાતના સુલતાન બન્યા પછી ભૂતકાળમાં પોતે એમને મદદ કરેલી તેથી શત્રુંજય ઉદ્ધારની પરવાનગી એમણે એમની પાસેથી મેળવી. આ વખતે ધર્મરત્નસૂરિ હયાત હોવાનું જણાતું નથી, કેમકે આ પરવાનગી અને પોતાના મનોરથના સમાચાર કર્મા શાહ વિદ્યામંડનસૂરિ અને વિજ્યમંડન પાઠકને આપે છે, ધર્મરત્નસૂરિને નહીં. ધર્મરત્નસૂરિના બે મુખ્ય શિષ્યો વિદ્યામંડન અને વિનયમંડન એમાંથી પહેલાને એમાણે સૂરિપદ આપેલું, બીજાને પાઠ પદ (કે ઉપાધ્યાયપદ) વિદ્યામંડનસૂરિના પ્રતિમાલેખો સં. 1587 અને સં. ૧૫૯૭ના મળે છે. ધર્મરત્નસૂરિના સ્વર્ગવાસ પછી સં. 1583 પહેલાં એ ગચ્છનાયક બન્યા જણાય છે. શત્રુંજય ઉદ્ધારપ્રસંગે એમણે જુદા જુદા સાધુઓને કામગીરીઓ સોંપી પણ પોતે તો પ્રતિષ્ઠાના સમયે જ આવ્યા. એમણે મૂલનાયક આદીશ્વર ભગવાનની અને પુંડરીકની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, પણ પ્રતિમાલેખોમાં પોતાનું નામ કોતરાવ્યું નહીં. (વસ્તુત: એ પ્રતિમાલેખોમાં કોને હાથે પ્રતિષ્ઠા થઈ તે જણાવ્યું નથી. ઉદ્ધાર કરનાર શ્રેણી પરિવારનાં જ નામો છે.) આ વિશે