________________ કોળિયો મીઠો બને ત્યારે 333 મળે તે કામ કરી આપવામાં ઉપકાર ક્યાં આવ્યો? શિક્ષક હૃદય નિચોવીને વિદ્યાર્થીઓને ભણાવે તે એનો નિર્મળ આનંદ છે. જે શિક્ષક પોતાના તાસને આનંદને બદલે વૈતરાની કક્ષાએ લઈ જાય છે તે સમાજનો દુશ્મન આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગમે તેવા નાલાયક કર્મચારીને પણ છૂટો કરી શકાતો નથી. નોકરીનાં બે વર્ષ પૂરાં થાય એટલે પ્રોબેશન પિરિયડ પૂરો થાય છે અને માણસ કન્ફર્મ થાય છે. પછી તો ક્યારેક એની લાપરવાહી, એની દાદાગીરી, એની બિનકાર્યક્ષમતા અને એની આંતરિક ગરીબી કન્ફર્મ થતી હોય છે. આપણી સંસ્થાઓ આવી આંધળી સલામતીને કારણે તૂટી રહી છે. નિશાળો પાંજરાપોળ નથી. એક નબળો શિક્ષક હજારેક વિદ્યાર્થીઓના જીવન પર અવળી અસર પાડે છે. શિક્ષકોનો પ્રભાવ ઘટે તેની બધી જવાબદારી સમાજની ન હોઈ શકે. આપણે પ્રમાદ સેવીએ તોય સમાજ આપણને માન આપે એવી અપેક્ષા જ અસ્થાને છે. હજી સુધી કોઈ આદરણીય શિક્ષકને માન ન મળ્યું હોય એવું જાણ્યું નથી. નિશાળો રળિયામણી બને તે માટે શિક્ષક અને આચાર્યે રળિયામણા બનવું રહ્યું. આવું ભીતરનું રળિયામણું પ્રાપ્ત થાય તે માટે સુવાચન અને સુચિ કેળવવાની મથામણ કરવા જેવી છે. માત્ર પાંચ કે છ દિવસ માટે એક પ્રયોગ કરવા જેવો છે. આ પાંચ-છ દિવસ દરમિયાન એકાગ્ર નિષ્ઠાથી કામ કર્યા પછી નવી જ અનુભૂતિ થશે. વિદ્યાથીઓ જુદી જ દૃષ્ટિએ જેતા થશે. વર્ગની આબોહવા બદલાઈ જશે અને જીવનમાં પ્રસન્નતા વધશે. આવું બને પછી અનુભૂતિનો સ્વાદ પામવાનું મન થશે. પગાર વસૂલ થાય એ રીતે કામ કર્યા પછી મોંમાં મુકાયેલા કોળિયાની મીઠાશ અનોખી હોય છે. આવી મીઠાશ પામવી એ આપણો અધિકાર છે.