________________ 332 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ માટે સમારંભ ગોઠવીને પ્રશંસાના જુઠા ઉદ્ધારો કરવા એ ખરેખર આદરણીય આચાર્યને અન્યાય કરવા બરાબર છે. જ્યારે કોઈ શિક્ષક કે આચાર્યને સરકાર તરફથી એવૉર્ડ મળે છે ત્યારે તેની પ્રત્યેના આપણા આદરમાં એક મિલિગ્રામ જેટલો વધારો પણ થતો નથી. એ આખી પ્રક્રિયા ‘ડીઈઓ' (DEO) સાથેના સંબંધથી ખરડાયેલી હોય છે. ભાગ્યે જ કોઈ નિષ્ઠાવંત આચાર્યને એવૉર્ડ મળતા હોય છે. આચાર્ય એવૉર્ડ મેળવવા અરજી કરવી પડે છે. એવા શિક્ષકો આજે આપણી વચ્ચે છે જેઓ સંસ્કૃત કે ગણિતશાસ્ત્ર કે અંગ્રેજી કે ગુજરાતી કે વિજ્ઞાનમાં વિદ્વત્તા ધરાવતા હોય. આવા શિક્ષકો પોતાની પાસે જે કંઈ શ્રેષ્ઠ છે તે વિદ્યાર્થીઓને આપી શકે એવું વાતાવરણ આપણે જાળવી શક્યા નથી. આવા સારસ્વતોને ભાગ્યે જ કોઈ એવૉર્ડ મળતો હોય છે. શિક્ષણનું સરકારીકરણ થતું જ ગયું છે. હજી આજે પણ એક શિક્ષક વર્ગમાં પ્રવેશે પછી એની અને વિદ્યાથીઓની વચ્ચે કોઈ અંતરાય હોતો નથી. આપણે શિક્ષકો પાસે હવે કોઈ ત્યાગ કે ભોગની અપેક્ષા ન રાખીએ. ચાણક્ય કે શંકરાચાર્યના જમાનાની વાત જુદી હતી. શિક્ષક-ખંડોમાં મોટા અક્ષરોએ સૂચના મૂકવી જોઈએ કે અગિયાર વાગ્યા પહેલાં આવવાનું અને પાંચ વાગ્યા પછી થોભવાનું જરૂરી નથી. પાંચ અને પાંચ મિનિટે કોઈ શિક્ષકને ક્યાંક ખાનગી રોકાણ હોઈ શકે છે, પરંતુ અગિયારથી પાંચની વચ્ચે કોઈ જ દિલચોરી ક્ષમ્ય ન ગણાવી જોઈએ. પૂરા દિલથી આ ગાળામાં કામ કરવું એ જ આપણો સાદો સીધો કર્મયોગ ગણાય. આમ ન કરનારો શિક્ષક ગુનેગાર છે. શિક્ષકે ત્યાગી બનવાની બિલકુલ જરૂર નથી પરંતુ તે સાથે એ ગુનેગાર બને તે પાગ ન પાલવે. પગારનાં ધોરણો સુર્યા, પરંતુ શિક્ષકનાં ધોરણો સુધર્યા નથી. નિવૃત્તિ પછી પણ શિક્ષકને લગભગ વીસ-ત્રીસ વર્ષો સુધી પેન્શન મળે છે. કૉલેજમાં કામ કરનારા અધ્યાપકનો એક તાસ લગભગ એક હજાર રૂપિયાનો પડે છે. એ તાસ એળે જાય તે કેમ પાલવે? ક્યારેક અધ્યાપકો કહે છે કે વિદ્યાર્થીઓ ભણવા તૈયાર નથી. પોતાના વિષયને નીરસ બનાવી દેવામાં અને એ વિષય પ્રત્યે અણગમો જાગે એવું કરવામાં કેટલાક અધ્યાપકો નિષ્ણાત હોય છે. પોતાના વિષયને રસપૂર્ણ બનાવવો એ તો વિષયમાં પ્રાણ પૂરવા બરાબર છે. આપણા દેશમાં અવલ કારકુન સામા માણસનું કામ કરી આપે તો તે પણ ઉપકાર ગણાય છે. પોતાને જે કામ માટે પૂરતો પગાર