________________ કોળિયો મીઠો બને ત્યારે 331 ભૂલની શરૂઆત આચાર્ય દ્રોણથી થઈ. વસિષ્ઠના ચરણોમાં દશરથ માથું નમાવે તેનું રહસ્ય એ કે વસિષ્ઠ દશરથ પાસે કશુંય ન માગે, દ્રોણ દ્રુપદ પાસે અપેક્ષા રાખે અને વળી એકલવ્યને અંગૂઠો પાગ માગી લે. વસિષ્ઠના બ્રહ્મવર્ચસ આગળ દશરથનો રાજવૈભવ ઝાંખો પડી જાય એવી સ્થિતિ સર્જાય ત્યારે બ્રહ્મતેજના કહ્યામાં રાજતેજ રહે એમ બને. ધનનંદ જ્યારે ચાણક્યને અપમાનિત કરીને કાઢી મૂકે છે ત્યારે ચાણક્ય કહે છે: ધનનંદ, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. જે ગુજરાતની કૉલેજોના, માધ્યમિક શાળાઓના અને પ્રાથમિક શાળાઓના આચાર્યો, અધ્યાપકો અને શિક્ષકો ભેગા મળીને ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવે તો વિદ્યાથીઓ તેમની સાથે જરૂર ભળે. આવું બને તો ગુંડાઓની સમાંતર સરકારની જગ્યાએ શિક્ષકોની સમાંતર સરકાર તૈયાર થાય. આવી સરકાર એ કોઈ તંત્રનું નામ નથી. એ તો એક શક્તિશાળી અવાજનું નામ છે. ક્યારેક પ્રશ્ન થાય કે શિક્ષકો વર્ષે કેટલાં પુસ્તકો ખરીદીને વાંચે છે? એ પોતાની આવકની એક ટકા જેટલી રકમ પણ પુસ્તકો ખરીદવા પાછળ ખર્ચી ન શકે ? એની અંગત લાઈબ્રેરીમાં દસ-વીસ સારાં પુસ્તકો ન હોય તો એને શિક્ષક તરીકે આદર આપવાનું ફરજિયાત ખરું? એક પણ વિદ્યાથી પર જેનો આછો-પાતળો પણ પ્રભાવ ન હોય અને એક પણ વિદ્યાર્થીને જેના જીવનનો રંગ લાગ્યો ન હોય તે અધ્યાપકને પણ નિષ્ઠાવાન, બહુશ્રુત અને વિદ્યાથીપ્રિય અધ્યાપક જેટલો જ પગાર મળે છે. દયારામ સાવ સાચું કહે છે: તુજ સંગે કોઈ વૈષણવ થાયે તો તું વૈષણવ સાચો. જે આચાર્ય ખૂબ વાંચે છે એની પુસ્તકપ્રીતિનો ચેપ અન્ય શિક્ષકોને લાગે છે. આચાર્ય સંગીતપ્રેમી હોય એની સંગીતપ્રીતિનો ચેપ નિશાળને લાગે છે. અમદાવાદની એક શાળામાં આચાર્યશ્રી વિદ્યાર્થીઓને જગતનું શ્રેષ્ઠ સંગીત પીરસતા. વર્ગ વર્ગે ગોઠવાયેલાં લાઉડ સ્પીકરો પરથી રોજ રિસેસમાં કર્ણમધુર સંગીત વહેતું રહે એવો રિવાજ આચાર્યશ્રીએ પાડેલો. ક્યારેક તો એવું બનતું કે વિદ્યાથીઓ આચાર્યશ્રીની ઑફિક્સમાં જઈને કહેતા: સાહેબ, આજે બિથોવનની સિમ્ફની સાંભળવી છે. સુરુચિની કેળવણી સુચિ ધરાવનાર શિક્ષકો જ આપી શકે. કેટલાક શિક્ષકોને તો પુસ્તકો પ્રત્યે સખત નફરત છે. પ્રત્યેક આચાર્ય નિવૃત્ત થાય ત્યારે વિદાય-સમારંભ શા માટે ગોઠવાવો જોઈએ? કેટલાક આચાર્યો તો ઝટ વિદાય કરવા યોગ્ય હોય છે. એમને