________________ 330 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ - -- - 46, કોળિયો મીઠો બને ત્યારે - ગુણવંત શાહ આચાર્ય શબ્દ કાને પડે એટલે આપણા દેશના સમર્થ આચાર્યોનાં નામો મનમાં રમતાં થાય છે. આચાર્ય વિષગુગુપ્ત ચાણક્ય, શંકરાચાર્ય, ભાસ્કરાચાર્ય રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, શ્રીકંઠ, શ્રીપતિ, વલ્લભાચાર્ય, વિજ્ઞાનભિન્ન અને બલદેવની પરંપરા આચાર્ય વિનોબાજી સુધી ચાલતી આવતી જણાય છે. આચાર્ય એટલે શિક્ષક. ગુજરાતના આચાર્યો એકઠા મળ્યા છે ત્યારે એક પ્રશ્ન મનને પીડા પહોંચાડતો રહે છે. આચાર્યોનું તેજ ક્યાંય પ્રગટતું નથી. એનું કારણ શું? ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય જીવગોસ્વામીના શ્રીભક્તિરસામૃતસિંધુમાં તેજના બે પ્રકાર ગણાવ્યા છે : ધામ અને પ્રભાવ. માણસને જે દીપ્તિરાશિ પ્રાપ્ત થાય તેને ધામ કહે છે. બધાને પરાજિત કરનારી સ્થિતિને પ્રભાવ (પ્રભાવ: હે પ્રભુ! તું તેજસ્વરૂપ છે, મને તેજ આપજે, તું જ સ્વરૂપ છે, મને ઓજસ આપજે, તું પુણ્યપ્રકોપ મન્યુ) છે, મને મન્યુ આપજે. આચાર્ય જ્યારે તેજ, ઓજસ અને અન્ય ગુમાવી બેસે ત્યારે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ કરતાં ગુજરાતના મુખ્ય પ્રધાન મોટા માણસ ગણાય છે. પછી ચાણક્ય ચંદ્રગુપ્ત પાસે ગ્રાંટની માગણી કરતો થાય એવું બને છે. આચાર્યકુળ રાજ્યસત્તાની કૃપા પર નથી ટકતું. રાજ્યસત્તા પર સમર્થ આચાર્યોની આણ હોવી જોઈએ. આપણા દેશમાં આચાર્યની સમાંતર સરકાર ચાલવી જોઈએ. એને બદલે ગુંડાઓની સમાંતર સરકાર ચાલી રહી છે. આપણે ક્યાં થાપ ખાધી?