________________ 294 અમૃત મહોત્સવ સ્મૃતિ છે 38. જીવનમાં સૂર્યનું મહત્ત્વ - આચાર્ય ભાઈશંકર પુરોહિત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ, દુર્ગા વગેરે દેવદેવીઓ કેવળ શ્રદ્ધાનો વિષય છે. આપણી ઈન્દ્રિયો એમનો સાક્ષાત્કાર કરી શકતી નથી. શાસો અને અનુભવી સંતોનાં વચનો પર વિશ્વાસ મૂકી આપણે આ પંચાયતના દેવતાઓની ભક્તિ કરીએ છીએ અને પૂજીએ છીએ. પરંતુ ભગવાન સૂર્યનારાયણ તો પ્રત્યક્ષ દેવ છે. સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે તે અહર્નિશ સંચરણ કરતા રહે છે. “સૂર્ય માત્મા ન તિતસ્થષશા” સૂર્ય આ સમસ્ત સ્થાવર-જંગમ જગતનો આત્મા છે. અર્થાત્ જેમ આત્મા વિના શરીર નિચેટ અને જડ થઈ જાય છે, ટૂંક સમયમાં દુર્ગધભર્યું બની સડી જાય છે અને નાશ પામે છે, તેમ સૂર્ય વિના આ સમસ્ત ચરાચર વિશ્વ નાશ પામે છે. “પુનું સવને ધાતુથી સૂર્ય શબ્દ બને છે. એનો અર્થ છે ઉત્પન્ન કરનાર, સર્જનશીલ સૂર્યથી જ સમગ્ર સંસાર પેદા થાય છે, સૂર્યથી જ પોષાય છે અને સૂર્યથી જ જીર્ણશીર્ણ થઈ વિનાશ પામે છે. સૂર્યને ઋષિમુનિઓ પરમેશ્વરનું પ્રગટ રૂપ કહે છે. કોઈ વળી સૂર્યને પરમાત્માનું નેત્ર કહે છે. સૂર્યરૂપી નેત્રથી પરમાત્મા આ સમગ્ર વિશ્વને નિહાળે છે અને એને પ્રાણવાન રાખે છે. માટે જ શુકલયજુર્વેદનો ઋષિ બેધડકપણે સૂર્યને જ પરમ પુરુષ કહે છે ને એને યથાર્થપણે જાણવાથી જ મૃત્યુનું અતિક્રમણ કરી શકાય છે, એમ વદે છે. સૂર્યની કૃપા વિના મૃત્યુથી મુક્ત થવું શક્ય નથી; પ્રકાશપુંજ સૂર્ય જ જીવને અંધકાર અથવા અજ્ઞાનથી છોડાવે છે. આ વેદાન્ત પુરુષ महान्तं आदित्यवर्णं तमसः परस्तात्। तमेव विदित्वा ऽतिमृत्युमेति नान्यः पन्था विद्यते ऽयनाय॥ शु.य. अ. 31 मंत्र 8. असतो मा सद्गमय।