________________ tખત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 263 34. વીરતા અને નિર્માલ્યતા - પં. શીલચન્દ્રવિજય ગણિ થોડા દિવસ પહેલાં એક યુવાન આવી ચડયો. આવા યુવાનો ઘણે ભાગે અજનબી જેવા હોય છે, અને આ રીતે ઓચિંતા આવી ચડતા હોય છે. આ યુવાને આવતાંવેંત જ વાત ઉપાડી : “સાધુઓએ હવે, થોડા વખત માટે પણ, અહિંસાનો ઉપદેશ બંધ કરી દેવો જોઈએ. તમારી અહિંસાની વાતોને લીધે જ પ્રજા અને જેનો નિર્માલ્ય બની ગયા છે.” મુસલમાનોએ સૈકાઓથી આક્રમણો કર્યા, હિંદુઓની કલેઆમ ચલાવી, તેમને વટલાવ્યા અને આજે પણ કોમી રમખાણોમાં હિંદુઓનાં મોત-આ બધું અહિંસાના ઉપદેશને જ આભારી છે, એવો એ યુવાન મિત્રનો આક્રોશ હતો. આવો આક્રોશ સામાન્યત: અઢાર થી પચીસની વય ધરાવતા મોટા ભાગના યુવાનોમાં હોય તેવું જણાયું છે. અને એથીયે આગળ વધીને કેટલાક વિચારક, લેખકોનો પણ એક વર્ગ છે, જે અહિંસાની વિચારધારાને કારણે આ દેશની પ્રજા નિ:સત્વ અને નમાલી બની ગઈ હોવાનું ભારપૂર્વક માને છે, અને તીખા તર્કો તથા ગળે તરત ઊતરી જાય તેવાં ઉદાહરણો સાથે તે પોતાની માન્યતાનું ભારપૂર્વક પ્રતિપાદન પણ કરે છે. આવાં પ્રતિપાદન વખતે આ લેખકોનું સીધું નિશાન ભગવાન મહાવીરની અને જૈન ધર્મમાં નિરૂપેલી અહિંસા જ હોય છે, તે તો દીવા જેવું છે. . થોડા વખત પહેલાં રામજન્મભૂમિનું આંદોલન ચાલ્યું હતું. ત્યારે યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં એક કાર્યક્રમ રામજન્મભૂમિ માટે બલિદાન આપવાની ભાવના યુવાનોમાં પેદા થાય તે માટે જાહેર સભા અને તેમાં યુવાનો દ્વારા