________________ 262 કોકે કરવું પડશે કોકે કલશરૂપે પ્રાસાદે, કોકે મિટ્ટીરૂપે બુનિયાદે, - વિશ્વસૌખ્યનું ભવન ભલા રચી જાવું પડશે અહીં આ વિશ્વમાં મનુષ્યનું આવવું ક્યારે લેખે લાગે? વિશ્વના સુખનો આ વિરાટ મહાલય રચી જાણે ત્યારે. એ રચનામાં કોઈકે ઉચ્ચોચ્ચ કાર્ય ત્યારે બજાવે, તો વળી કોક ચણાતા પાયાના ચણતર મહીં પથ્થર થવું' એવું અન્ય કવિએ કહ્યા મુજબ પાયાનું કામ બજાવી અણજાણપણે પાયામાં પૂરાઈ જવાનું પણ બની રહે. પણ તેથી શું? એ મહાલય તો કોઈકે - નાનીમોટી વ્યક્તિએ રચવો જ રહ્યો. એવું માણસાઈનું અનિવાર્ય કર્તવ્ય માનવે કરવું જ રહ્યું. આ ટ્રક બધી રીતે સુંદર છે. તેમાં ભાવની ઊજળી પરાકાષ્ઠા છે. અને તે ઉશનસે લયપૂર્વક સિદ્ધ કરેલ છે. તેમાં સમાપનની ટ્રક હોવાની પાત્રતા પણ છે. કારણ કવિના સમગ્ર ભાવનું એ ચરમબિન્દુ છે. તેથી સહજ રીતે કવિને ટ્રકની ચોથી પંક્તિ ત્રેવડવી જરૂરી જણાઈ નથી, અને કલાદષ્ટિએ તે ઠીક જ થયું છે. પણ તે પછી પણ એક છેલ્લી ટૂક આવે છે. તે બિનજરૂરી માટે આગંતુક જણાય છે. આમ તો કવિની મુખ્ય ભાવસંગતિનો તેમાં પૂરક અર્થ છે અને છતાં તે નિરર્થક હોઈ અનાવશ્યક છે. કેટલીક વાર આ કવિનું સાચું કવિત્વ કોઈક કલાત્મક નિયંત્રણને અભાવે અતિશયતાથી વણસે છે. તેનું આ ઉદાહરણ છે. તે ન હોત તો ચાલત. પ્રસ્તુત કૃતિનો પુનરાવર્તન પામતો શબ્દ છે 'કોક'. તે સૂચક છે. આવડા વિશાળ વિશ્વમાં જાણે તે કોકને અર્થે કવિની ટહેલ બની જાય છે. એનો ઘરાળુ અર્થસંકેત આખા ગીતને આવરી લે છે. ગીતમાં ભાવભંગિની સરલતા અને રજૂઆતની નિર્ચાજ ઋજુતા તે તેનું આકર્ષણ છે. આ કૃતિ જે યુગબોધ અર્થે છે તે ગતકાલીન છે. તેની રજૂઆત બોધાત્મક હોઈ, આજના સંદર્ભમાં તે બહુ રુચિર ન પણ લાગે. છતાં વિદ્યાર્થીથી વડીલ સુધીના આ વિશાળ ભાવકસમાજમાં તેનું અવશ્ય સ્થાન છે અને કાવ્ય તરીકે તેને તેની ખૂબી પણ છે. (થોડુંક પ્રાસંગિક : મહાવીર જૈન વિદ્યાલય જેવી સમાજના શ્રેયની સંસ્થાનો આ સુદીર્ઘ સમયનો અવસર, પ્રસ્તુત ગીતની ભાવનાથી સંભવિત બનેલો છે. તેના ગત અને વર્તમાન વિદ્યાથી સભ્યોના અંતરમાં આ ભાવના જીવંત રહો.) ( ***