________________ * 261 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ “માર્ગે તિમિર ઘોર ઘેરાશે, તેથી તું શું અટકી જાશે? વારંવારે ચેતવે દીવ, ખેર એ દીવ ચેત? ના, તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના” અને એથીયે વિશેષ ટાગોરના બીજા ગીતની એ જ ભાવની સમર્થ અભિવ્યક્તિ: ‘એ ઘનઘોરી તુફાની રાતે બાર વાસે તને જોઈ, ત્યારે આભની વીજે ઓ રે! સળગી જૈ સૌનો દીવો એકલો થાને રે.' આવું સામ્ય તરી આવશે. ટાગોરનાં એ બન્ને ગીતોમાં અનિષ્ટનું ઘેરું અંધારબળ અને મનુષ્યની સારમાણસાઈનું જ્યોતિર્ધર સ્વરૂપ, એ બન્ને ભાવોની લકીરો ઉશનના ગીતમાં ભળીમળી જાય છે. મનુષ્યની ઈષ્ટ ગતિ પૂંઠે બળ રહ્યું છે તેના જવલંત આશાવાદી માનસનું. કવિતોચિત વાણીવૈભવે કવિ અત્રે આશાળ ઉજ્જવલ ચિત્ર દોરી આપે છે. “આ આવું ને આવું દુર્ભગ રહેવા ના સર્જાયું છે જગ. કોક જણે તો અમૃતદેશે દોરવું પડશે હાઈ, કોક જણે તો નિમિત્તકેરી રળવી ભાગ્યકમાઈ.” આવો કોઈ ‘અમૃતદેશ” છે, એ અનેરી આસ્થાવાણ શું મનુષ્ય માટે ઓછી છે? આ આસ્તિકતા બે પ્રકારે પ્રવર્તે છે : (1) ઈશ્વરશ્રદ્ધા (2) માનવચેતના વિશેની શ્રદ્ધા, એ અટળ આશા, એ શ્રદ્ધા કેવીક છે? માતાની નિજી બાળ અંગેની હોય, તેવા તોલની છે. જગતના શુભ વિષે આ ચિરંતન આશા મંગલમય છે એટલે તો એ આત્મસિદ્ધિના અમૃત દેશે માનવને તે જ તેની વિધિદત્ત ભાગ્યની કમાણી છે. પણ માનવજીવનની એ કરુણતા કે તેની કને પૂર્વોક્વલ ચેતના નથી : તેની આશંકા, અવઢવ, ચિત્તસંઘર્ષો, અનાસ્થા, અને અનેક ગડમથલો આ ચેતનાને અંતરાયરૂપ છે. કવિ એ શ્રદ્ધાને સ્થિર કરવા ઉત્સાહનો પોરસ ચડાવે છે. તેને સતત સન્ક્રિયાના પંથે ચડાવે છે. આમ કહે છે કે તે હોય અને જગત જો છે તેવું જ દીનહીન રંક રહી જાય, તો થઈ જ રહ્યું ને? તેનું તને લાંછન લાગશે. એ મંગલના અનન્ય સાધક બનવાનું ભાગ્ય તેણે કમાવાનું રહ્યું છે. અને તેથી જ ‘શા લખવાર વિચારો એમાં.' - હવે કવિ વિશ્વના કલ્યાણમય સુખનું ઉમદા ચિત્ર આલેખે છે, કહો કે ઊંચું ધરે છે :