________________ કોકે કરવું પડશે કે બહાર અનિષ્ટો પહેલાં જ છે. તેને નિવારવા કોઈકે તો તત્પર થવું જ રહ્યું ને? એટલે કવિ પ્રબોધે છે: ના ચાલે મન સર્વ ધર્મે એ, આ અવગુણ અપકાર પરે યે, | દિલથી કોક જણે તો અંતે કરવી રહી ભલાઈ અને તેથી તું કરશે તો યે નથી કરતો કંઈ ઉપકાર, નવાઈ કારણ તે જ સાર માણસાઈનું બિરુદ છે. જુઓ! અહીં ગીતની સહજ સાદગી વરતાશે. તેની ઘરાળ ભાવભંગિ વાતચીતિયા રૂઢિપ્રયોગો ધરાવે છે. તેથી ગીતમાં આદિથી અંત લગી એક પ્રકારની ભાવ8જુતા હૃદયંગમ નીવડે છે. તેમાંના લહેકા અને સૂરોના ઉદ્ગારો આપણા કાન પારખી લે છે. વાતચીતનું ગદ્ય હોઈને તે જીવંત જણાય છે. ઘણીવેળા તેની પંક્તિના અન્વયની દષ્ટિએ ગદ્યાળ - ગઘસદશ રીતિ લાગે અને છતાં તે ભૂખી સૂકી નથી; તેને ઉગારી લે છે આ જીવંત ભાવભંગિ. વળી તે સાથે આખા ગીતની સળંગ અને સરળ મુખ્ય પ્રાસરચનાવડે બાંધેલી કૃતિની કિનારી તેની કાવ્યાત્મકતાની પતીજ પાડે છે. આ કસબ અહીં ઉશનસ્ કવિનો પોતીકો છે, ટાગોરનો નથી. " અને તેનો એક લાભ છે. જાણે તે છટા છે, કોઈ વત્સલ વડીલની વહાલભરી એક પછી એક દલીલની બોધકતા, જે વાત્સલ્ય મનુષ્યને મિષ્ટ લાગે, ઈષ્ટ પ્રતિ પરવરવા પ્રેરે, અનિટનો ચિતાર આપીને ચેતવે; પ્રાપ્ત ધર્મપ્રતિ આંગળી પણ ચધ. ચહુ દિશ આ અંધાર છવાયાં, ઘૂમે મરુદ્ગણ ઢોર હરાયાં, કોકે નહિ તો તારે પડશે દાખવવી જ સરાઈ, ઊભા રહેવું પડશે કોકે મારગ દીપક હાઈ; જોઈ શકાશે, કેટકેટલા સાહજિક ઉદ્ગારોના રૂઢિપ્રયોગો સરતા આવે છે! તે સાથે સાવંત એક જ સરખા સ્વરભંજનવાળાં પદોની પ્રધાન પ્રાસરચના પણ આપોઆપ હુરતી આવે છે. તો ટૂકમાંહેની એક અન્ય પ્રાસરચનાનું વૈવિધ્ય પણ આગવું સૌંદર્ય ધરાવે છે. આ ટ્રકમાં નિરૂપિત જીવનની પ્રતિકૂળતાનું તાંડવચિત્ર બળવાન છે. તે કવિનું કાવ્યબળ બનીને આવે છે. તે અંગે યોજેલું રૂપક હરાયાં ઢોર” ઘણું સગતિક (Dynamic) ને કાવ્યસમર્થ છે. અલબત્ત ટાગોરના ભાવનું અનુરણન પણ તેની નીચેની પંક્તિઓમાં અછતું રહેતું નથી.