________________ 264 વીરતા અને નિર્માતા પ્રતિજ્ઞાગ્રહણ વગેરેનો પણ હતો. ભારતીય જનતા પક્ષના સ્થાનિક કાર્યાલયના એક હોદ્દેદાર, આવી એક સભામાં વિવિધ સાધુસંતોની સાથે જૈન સાધુને પણ ઉપસ્થિત રાખવાની ગણતરીથી કહેવા આવેલા. તેમણે કહ્યું કે આ સભામાં 51 યુવકો આજીવન માંસાહારનો ત્યાગની પ્રતિજ્ઞા લેવાના છે. માટે તમે અવશ્ય આવો. આ મુદ્દાના અનુસંધાનમાં મહાવીર સ્વામીની અહિંસાની વાત સહજ નીકળી. વાતાવરણમાં તે કાર્યકર ભાઈ બોલી ગયા, “આ અહિંસાએ તો દેશમાં દાટ વાળ્યો છે.' ધીમેથી બોલાયેલા આ શબ્દો પણ કાને પડી જ ગયા. એટલે મને થયું કે જે આયોજકોને જ આયોજન અને તેના આધારભૂત સિદ્ધાંતમાં વિશ્વાસ ન હોય તો એનો અર્થ એટલો જ કે આ પ્રતિજ્ઞાનો તમાશો માત્ર જૈન સાધુને સભામાં ખેંચી જવા માટેનું બહાનું જ છે, સિવાય પ્રતિજ્ઞા લેનારા કે આયોજકો-કોઈનો વિશ્વાસ કરવામાં લાભ નથી. તરત જ સભામાં જવાની ના કહી દીધી. પરંતુ આ પ્રસંગ પણ એટલું તો સૂચવે જ છે કે અહિંસા અને જૈનધર્મ પ્રત્યે આક્રોશ વ્યાપક છે, અને તેને પદ્ધતિપૂર્વક બહેકાવવામાં આવી રહ્યો છે. ઘણા ચિંતન તથા બારીક નિરીક્ષણના અંતે, આ મુદ્દા પરત્વે, એવા તારણ પર આવવું પડે છે કે અહિંસા અને જૈનધર્મ વિશેની અણસમજ, પરંપરાગત પૂર્વગ્રહસભર ધારણાઓ અને અજ્ઞાનમૂલક આવેશના કારણે જ અહિંસાને લીધે પ્રજા નિર્માલ્ય બની, દેશમાં દાટ વાળ્યો” જેવા એકાંગી અને ભ્રાંત અભિપ્રાયો બંધાયા છે. જેમને પોતાની આગવી વિચારસરણ જેવું ન હોય, અને ગતાનુગતિક-કોઈકે કીધું અને અમને ભાવી જવાથી સ્વીકારી લીધું-જેવું જેમનું માનસ હોય તેવો વર્ગ આવી વાતોમાં ઝટ આવી જાય છે. તો કેટલાક એવા પણ વિચારકો છે કે જેમને અહિંસામાં નહિ, હિંસામાં જ વધુ વિશ્વાસ હોય. તેવા વિચારકો-લેખકો અહિંસા પ્રત્યે સૂર દાખવે તો તે તેમની વિચારધારાને અનુરૂપ જ ગણાય. ફક્ત તેમની વાત, અભિપ્રાય તે વસ્તુસ્થિતિ નથી, પણ વસ્તુસ્થિતિને જોવાનો તેમનો પોતાનો એંગલ-દષ્ટિકોણ છે, એટલું યાદ અપાવવું જરૂરી લાગે છે. આ દેશમાં ભૂતકાળમાં, એવા પાણ ધર્મપંથો કે સંપ્રદાયો હતા કે જે પંથના પ્રણેતા તથા લોકો એમ માનતા કે આ સંસારમાં જે રોગિષ્ઠ, માંદલા, નબળાં પ્રાણીઓ અને મનુષ્યો છે, તેમને મારી નાખવાથી મહાન પુષ્ય હાંસલ થાય છે. એમને બચાવવામાં મોટું પાપ લાગે. આજે જેનોમાં