________________ 195 કન્યા કેળવણી બનાવી, એ સમયપત્રકને અનુરૂપ પૂરક કાર્યપ્રણાલી વિકસાવી કન્યાઓને નિયમિતતા અને ચોક્સાઈના પાઠ શીખવી શકાય, એટલું જ નહીં પરંતુ આ નાનકડા આવાસમાં સફાઈ વ્યવસ્થા તો જરૂર હોય, તેને માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કન્યાઓ વારાફરતી જાતે જ કરે તો નિભાવ ખર્ચમાં પણ ઘણી રાહત રહે અને ફનીચર, જેવા બિનજરૂરી ખર્ચાઓ ઘટાડી સ્વચ્છ, સગવડભર્યું છતાં પણ સાદું નિવાસસ્થાન પૂરું પાડી શકાય. સવાલ છે દષ્ટિનો અને હિંમતનો કારણકે દષ્ટિ વગર નવીને ઉન્મેષ સૂઝતા નથી અને હિમ્મત વગર આ ઉન્મેષો અમલી અને અસરકારક બનતા નથી. વેડછી-ઉદવાડા અને વાપી બાજુ આશ્રમશાળાઓમાં આવી વ્યવસ્થા વિકસાવવાના પ્રયત્નો થયા છે. પરંતુ આવી વ્યવસ્થાને ગ્રામીણ, જૂનવાણી અને ચોખલ્યિા કહી હસી કાઢતા શહેરીજનો આ સુલભ અને સાદી નિવાસ પદ્ધતિ સ્વીકારશે ત્યારે શહેરી શિક્ષણ-સમસ્યાનો એક પ્રશ્ન-ઘર અને અભ્યાસસ્થળ વચ્ચેના અંતરને લીધે વધી જતી યાતાયાતમાં ખરચાતો સમય, શક્તિ અને શ્રી ઉકેલી શકીશું. જે સંસ્થાના અમૃત મહોત્સવ નિમિત્તે આ લેખ લખાયો છે તે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ વિદ્યાપ્રસારના કાર્યમાં દષ્ટિપૂર્વકના આયોજનથી, ચલાવવામાં આવતો છાત્રાવાસ શું કરી શકે એનું જ્વલંત ઉદાહરણ છે. શું આ નિમિત્તે આ દૂર-દૂરના ખૂણાઓમાં આવા બે ચાર કન્યા છાત્રાલયો સંસ્થા ન વિકસાવી શકે? જૈન સંચાલન હેઠળ ચાલતી કન્યાશાળાઓ મહાશાળાઓની અડોઅડ અથવા શાળાની ઈમારતમાંજ એકાદ મોટો હલ સૂવા-બેસવા માટે વાપરી શકાય અને એકાદ-બે નાના ઓરડાઓ રહેણાક માટેની અન્ય સગવડો માટે વાપરી શકાય. જરૂર પડે દિવસના ભાગમાં નાના ઓરડાઓમાં વર્ગો પણ ચલાવી શકાય. શાળા સાથે સંકળાયેલ ઉપહારગૃહમાં ભોજનની વ્યવસ્થા થઈ શકે. કન્યાઓ જાતેજ સફાઈ કરે, ભોજનની વ્યવસ્થા કરે, અને દિવસ દરમિયાન આરામ કરવો હોય ત્યારે વાચનાલયમાં કે જિમખાનામાં જઈ મન-તનનો વ્યાયામ પાર કરી શકે. સમય બચે એટલે અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે અને સહુથી વિશેષ તો સતત શૈક્ષણિક વાતાવરણમાં રહેતી હોવાને લીધે સ્વનો વિકાસ સાધી શકે.