________________ 200 અમૃત મહોત્સવ સ્મૃતિ . જી!' કેટલું મોડું કર્યું?' પાંચ મિનિટ!” ‘અહીં કેટલાં છોકરાં છે?' મેં નજર ફેરવી ગણી લીધાં અને કહ્યું.' ચાલીસ ચાલીસ અને હું એક એકતાલીસ જણની જિંદગીની દરેકની પાંચ મિનિટ તેં ચોરી! આપણે કોઈને એક ક્ષણની પણ આવરદા આપી શકીએ છીએ?” બાપુએ પૂછયું. ‘ના જી!” “તો પછી કોઈની એક ક્ષણ પણ પોતાની લાપરવાહીથી વેડફી નાંખવી એ ગુનો નથી? અક્ષમ ચોરી નથી?' બાપુની જીવનદૃષ્ટિ અને એમની શિસ્ત-એમનું પોતાનું ચારિત્ર એટલું પારદર્શક અને તલસ્પર્શી હતું. તેથી જ એઓ જગતને વંદનીય હતા. એમની પાવન સ્મૃતિને જેટલાં વંદન કરું એટલાં ઓછાં જ લાગે છે!