________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 201 27. શિક્ષણ અને સાહિત્યનું શિક્ષણ - જયંત પાઠક આપણી શાળા-મહાશાળાઓના અભ્યાસક્રમમાં અન્ય વિષયો સાથે સાહિત્યના શિક્ષણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ગમાં શિક્ષક જેમ ઇતિહાસ, ગણિત, અર્થશાસ્ત્ર કે વિજ્ઞાન શીખવે છે તેમ કવિતા, વાર્તા કે નાટક પણ શીખવે છે. સામાન્ય રીતે શિક્ષણનું પ્રયોજન જ્ઞાનપ્રાપ્તિ ને જ્ઞાન પ્રસાર ગણાય. વિદ્યાર્થી અભ્યાસ વિષયમાં વધારે સજજતા મેળવે, એનું જ્ઞાન વધે, બે નિષ્ણાત બને, એ ઉદેશ સિદ્ધ કરવાનો હોય છે. શિક્ષણના આ સામાન્ય પ્રયોજન કે ઉદેશનો સાહિત્ય, શિક્ષણના સંદર્ભમાં વિચાર કરીએ ત્યારે કંઈક જુદું કહેવાનું પ્રાપ્ત થાય છે. કવિતા, વાર્તા, નાટક આદિનાં શિક્ષણનું મોજન માહિતી કે જ્ઞાન આપવાનું નહિ તેટલું રસ, આનંદ, આહલાદ આપવાનું હોય છે. સાહિત્યનો વિદ્યાર્થી સાહિત્યના અભ્યાસમાં આ વસ્તુ ભણી બહુ લક્ષ આપતો નથી એમ લાગે છે. વર્ગમાં શિક્ષક કવિતા શીખવતા હોય તો એ કાવ્યના કેન્દ્રમાં રહેલો ભાવ-વિચાર કહે, કાવ્યના છંદનું જ્ઞાન બાપે, અલંકારો ઓળખાવે, અઘરા શબ્દોના અર્થ કહે ને એટલામાં જ કાળનો અભ્યાસ પૂરો થયો ગાગે તો તે બરાબર નથી. કવિતાનું શિક્ષણ તે કવિતા વિશેની માત્ર સ્કૂલ કે બાહ્ય માહિતી નથી, એથી કંઈક વિશેષ છે. એમાં તો અભ્યાસ વિષય બનેલા કાવ્યનો, એટલે કે એમાં રહેલા સાહિત્યપદાર્થનો પરિચય કરાવી એમાંથી રસનિષ્પત્તિ સિદ્ધ કરવાની છે. બીજી રીતે કહીએ તો કવિતા, વાર્તા કે નાટકમાં નિહિત ભાવનું સંવેદન વિદ્યાર્થીનાં ચિત્તમાં પ્રગટાવવાનું હોય છે. કેવળ માહિતી કે જ્ઞાન આ ન કરી શકે.