________________ શિક્ષણ અને સાહિત્યનું શિક્ષણ એ માટે તો શિક્ષકે વિદ્યાર્થીની સંવેદનશીલતા જાગૃત થાય ને રસાનુભવ સુધી પહોંચે એવા ઉપાયો યોજવાના હોય છે. આ કાર્ય શિક્ષક તો જ કરી શકે જો એનામાં સાહિત્ય પ્રતિ અભિરુચિ હોય, સંવેદનશીલતા હોય ને તેને વિદ્યાર્થીમાં સંક્રાન્ત કરવાની આવડત હોય. આ મુદ્દાને આગળ લંબાવીએ તો સાહિત્યના આસ્વાદ વિશે, ભાવન વિશે વિચારવાનું પ્રાપ્ત થાય. આપણા સાહિત્યમીમાંસકોએ સાહિત્યિક કૃતિને આસ્વાદવાની વિશિષ્ટ શક્તિને ભાવયિત્રી પ્રતિભા કહીને ઓળખાવી છે. આ પ્રતિભા બધાંમાં હોતી નથી એમ કહીને એમણે આસ્વાદના અધિકાર વિશે પણ કહ્યું છે. સાહિત્યકૃતિનો ભાવક વિશેષ ને વિશિષ્ટ શક્તિ ધરાવે છે. શિક્ષણની વાત લક્ષમાં રાખીને કહીએ તો એનો અર્થ એ થયો કે સાહિત્યનું શિક્ષણ આપનાર શિક્ષક ભાવયિત્રી પ્રતિભા ધરાવનારો, સંવેદનશીલ રસિક ભાવક હોય. વર્ગમાં એ કવિતા શીખવે ત્યારે વિષય સાથે તન્મા થઈ જાય. પેલા અન્ય વિષયના જ્ઞાનવિતરક શિક્ષક જેવો એ વિણ પરત્વે તટસ્થ ન હોય, એમાં ઓતપ્રોત હોય. સાહિત્યનાં શિક્ષણ સંબંધમાં, આજના ભૌતિક સિદ્ધિ-સમૃદ્ધિના વધતા જતા મહિમાના અરસામાં એવો પ્રશ્ન પાગ થાય કે સાહિત્ય જેવા, કોઇ ભૌતિક લાભ માટે ઉપયોગી નહીં એવા વિષયને શિક્ષણમાં સ્થાન જ શા માટે હોવું જોઈએ. જીવનના રોજિંદા વ્યવહારમાં એની ઉપયોગિતા કે સાર્થકતા શી? વાત વિચારવા જેવી છે. વિચારીએ. 'શિક્ષણ'નો પર્યાયવાચક એક શબ્દ “કેળવણી' છે. આ કેળવણી' શબ્દ સૂચવે છે તેમ શિક્ષણનો ઉદેશ મનમાં રહેલા ગુણને કેળવવાનો છે. સાંપ્રત કાળમાં માણસનો ઝોક ભૌતિક સિદ્ધિઓ ને સુખસગવડો મેળવવા તરફ વધારે છે. એવી સિદ્ધિ ને સુખસગવડ ન અપાવે તે બધું એને મન નકામું છે. સાહિત્યને ને સાહિત્યના શિક્ષણને પણ આ દષ્ટિએ નકામાં ગાગવાનું એનું વલણ છે. એની આવી સમજ પાછળ સાહિત્યની સૂક્ષ્મ શક્તિ વિશેનું એનું અજ્ઞાન રહેલું સમજાય છે. આમ તો સાહિત્ય આનંદ આપે છે, આહલાદ આપે છે, ને એ જ એનું મુખ્ય ને મૂળ પ્રયોજન છે એમ કહેવાયું છે, પણ સાહિત્ય તેમ એનું શિક્ષણ એટલેથી જ અટકી જતું નથી. આહલાદના અનુભવ પછી પણ સાહિત્યકૃતિના ભાવનની અસર મનમાં રહે છે. એને આપણે સંસ્કાર