________________ શિક્ષણ દ્વારા ચારિત્રઘડતર 131 નાટિકાની ભજવણી દ્વારા જીવનમાં ઉદારતા, પ્રામાણિકતા, નિર્ભયતા, નિષ્ઠા જેવાં જીવનમૂલ્યોને વધુ અસરકારક રીતે પ્રગટાવી શકાય. વિદ્યાર્થીઓ પણ આવી વાર્તાઓના કથનમાં ભાગીદાર બની શકે. વાર્તાઓની એક યાદી સાથે મળી તૈયાર કરી શકાય. ભક્તિસંગીત સંગીત અને અન્ય લલિતકલાઓ વિદ્યાર્થીને ઘડતરમાં ઘણી મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓની ટુકડીઓ પાડી, જુદે જુદે દિવસે આ ટુકડીઓ ભક્તિસંગીત પ્રાર્થનાસભામાં પીરસે એનું આયોજન થવું જોઈએ. શાળાઓ તથા કોલેજો સાથે મળી પોતાની પ્રાર્થનાપોથી (એના રાગ અને ઢાળ સાથે) તૈયાર કરી શકે આ ઉપરાંત જુદાં જુદાં મંડળો, શાળાઓ તથા કોલેજોનાં છાત્રાલયોમાં ભક્તિસંગીત રજૂ કરે તેનું આયોજન કરી શકાય. જુદાં જુદાં ધર્મનાં મંડળોને પણ ભક્તિસંગીત માટે આમંત્રી શકાય. એકતાનો ભાવ પ્રગટાવવામાં આ મદદરૂપ થઈ શકે. સંગીત ઉપરાંત ચિત્રકળા, નૃત્ય અને અન્ય હસ્તકળાઓના માધ્યમ દ્વારા વિદ્યાર્થીની શક્તિની અભિવ્યક્તિ માટે અવકાશ મળવો જોઈએ. માસન અને ધ્યાન વિઘાથીઓને સાદાં આસનો, પ્રાણાયામ અને ધ્યાન શીખવા માટે ઉત્તેજન આપવું જોઈએ. એમની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે આ બાબત ઉપયોગી બની શકે. જુદી જુદી ટુકડીઓ પાડી વિદ્યાર્થીઓને માર્ચપાસ્ટ કરતાં શીખવી શકાય અને સપ્તાહના એક નક્કી દિવસે અને સમયે આખી શાળાનો, શાળાનાં સાદા બેન્ડ સાથે માર્ચપાસ્ટ સમૂહભાવના કેળવવા માટે રાખી શકાય. છાત્રાલય પ્રવૃત્તિ શાળા તથા કોલેજોમાં બધાં છાત્રાલયોમાં સપ્તાહમાં ઓછામાં ઓછું એકવાર પ્રાર્થનાસભા તથા ચર્ચાસભાનું અનૌપચારિક ઢબે આયોજન થઈ શકે. એના આયોજનની કામગીરી મુખ્યત્વે વિદ્યાર્થીઓને સોંપવી. આ પ્રાર્થનાસભામાં આચાર્ય, સંસ્થાના રસ ધરાવતા અધ્યાપકો, સંચાલક સંસ્થાના અગ્રણીઓ વખતો વખત ભાગ લેતા રહે. છાત્રાલયની સ્વચ્છતા માટે આવી સભાઓમાં વિચારાગા થઈ શકે. વિદ્યાર્થીઓ અને વડીલો વચ્ચે અનૌપચારિક સ્નેહમિલનનું નિમિત્ત આ રીતે ઊભું કરી શકાય. વિધાથી કલ્યાણના પ્રશ્નો પણ અહીં મોકળે મને ચર્ચા શકાય.