________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 173 22. આજનું શિક્ષણ એ પ્રજાસત્તાક રાજ્યનો અનર્થ છે - આર. એસ. ત્રિવેદી જો સંજોગો જ માણસને ઘડે છે એમ કહેવાય તો પછી સમાજમાં વ્યવહાર કરતા આ માણસની પ્રકૃતિ પણ વાસ્તવમાં સમાજ જ ઘડે છે એમ કહી શકાય. સામાજિક સંદર્ભે માણસની પ્રકૃતિ એવી રીતે ઘડાય છે જેમાં માણસ પોતાની તર્કશક્તિને બદલે સામાજિક વ્યવહારના દલાવને વશ થઈ તેની સમગ્રવૃત્તિનું એક પ્રકારનું સામાજિક માનસ ઘડે છે. આ ઘડતર મહદ્ અંશે એક પ્રકારની ભ્રમણાની જાળમાં પરિણમે છે. સ્વાતંત્ર્યોત્તર સમયગાળામાં એક પ્રકારનો વિરોધાભાસી સૂત્રોનું સર્જન થયું છે. આ સૂત્રો પણ એક પ્રકારનો વિરોધાભાસ દર્શાવે છે અને આ પ્રકારના વિરોધાભાસી મંતવ્યોના ઓઠા નીચે દરેક ક્ષેત્રના નેતાઓ એક પ્રકારની ભ્રમજાળ ઊંચી કરી રહ્યા છે. આમ તો બધારણીય દષ્ટિએ ભારત એક પ્રજા સત્તાક રાજા છે. આ સંદર્ભે રાજકીય લોકશાહી, નાગરિક્ત અને સમાનતા જો કે સમાનતા નૈતિક સ્તરે જ છે.) જેવાં મૂલ્યો પ્રજાને મળ્યાં છે. રાજકીય નેતાગીરી બંધારણીય આદર્શન પ્રાપ્ત કરવા વ્યાયામ કરી રહી છે પરંતું આશ્ચર્યની વાત તો એ છે કે આ વ્યાયામની તીવ્રતા સાધે આ બધા જ આદર્શો એક યા બીજા પ્રકારે સૂત્રોની કક્ષાએ જ રહ્યા છે. લોકશાહીનું ઝરણું સામાજિક સ્તરે શરૂ પણ નથી થયું. કેવળ ચૂંટણી સમયે વ્યક્તિ મતદાન કરે છે એટલે લોકશાહીનો અમલ થયો છે એમ કહી શકાય નહિ. સામાજિક સ્તરે પ્રત્યેક સામાજિક સંસ્થામાં લોકાડીનો પ્રાણ ધબકતો નથી. શિક્ષણ સંસ્થામાં લોકશાહીનો ધબકાર જ્યાં અનુભવાય