________________ 174 દ.. આજનું શિક્ષણ એ પ્રજાસત્તાક રાજ્યો અનર્થ છે ત્યા પણ એજ બ્યુરોકસી (અમલદારશાહી) અને સંસ્થાનવાદી મનોવૃત્તિના દર્શન થાય છે. પ્રજાસત્તાક રાજ્યની પ્રજાને લોકશાહી માટે તૈયાર કરવાની, ક્ષમતા શિક્ષણ સંસ્થાઓમાં રહી નથી કારણ શિક્ષણ-સંસ્થાઓ આજે પણ સંસ્થાનવાદી માનસથી પીડાય છે. કરુણતા એ છે કે પીડનની અનુભૂતિ પણ નથી. જ્ઞાતિ અને વર્ગથી સ્તરીકરણ પામેલ સમાજમાં સમાનતાનો આદર્શ હજી પણ કેવળ નૈતિક કક્ષાએ જ રહ્યો છે. આ આદર્શનો અમલ શિક્ષણ સંસ્થામાં પણ અમલી થયો હોય એમ લાગતું નથી. સામાજિક સંસ્થા તરીકે શિક્ષણે હજી સુધી કાઠું કાઢયું નથી. આ શિક્ષણને સંસ્થાનવાદી નોકરશાહીની રહેમનજર નીચે ગુણવત્તાના નામે કેન્દ્રિત કર્યું છે. અગાઉની માફક શિક્ષણ એ અમુક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે એટલું જ નહીં પણ હજી પણ વ્યક્તિમાં સામાજિકતા જન્માવવાને બદલે સ્તરીકરણવાળા સમાજની પ્રતિષ્ઠાને પોષતું જ રહ્યું છે. સામાજિક સ્તરીકરણ અને વેતન સ્તરની અનેકગણી ભિન્નતાને લીધે શિક્ષણ એ ઉપલા વર્ગને અનુકૂળ થાય તેવા માનવબળની પસંદગીનું જ માત્ર સાધન રહ્યું છે. કોઈપણ પ્રથા (સિસ્ટમ) અને ખાસ કરીને શિક્ષણપ્રથા એ સૂન્યાવકાશમાં કાર્યાન્વિત બનતી નથી. પરંતુ જે તે સમાજ અને રાષ્ટ્રના રાજકીય, સામાજિક અને આર્થિક ઢાંચા સાથે શિક્ષણ પણ સંકળાયેલું છે. ભારતમાં શિક્ષણપ્રથાની યોગ્યતા - અયોગ્યતા વિશે વિચારવું હોય તો તેને સમગ્ર વ્યવહારના સંદર્ભે જોવી જરૂરી છે. શિક્ષણ જે માહોલમાં પાંગર્યું છે તે શિક્ષણ પ્રસારની દષ્ટિએ જ પાંગર્યું હોય તો તે શિક્ષણ નથી. પ્રસરણ એ તો સોજો છે અને સાંજે એ સ્વાધ્ય ન કહેવાય. આ પ્રથાએ વિરોધાભાસી વ્યવહારને જન્મ આપ્યો છે. ભિન્ન પ્રકારની શાળાઓ અને કોલેજો આજે સમાજમાં અસ્તિત્વ ધરાવે. છે. હવે તો કૅપિટેશન પર નભનારી સંસ્થાઓ પણ જરા જુદા સ્વરૂપે પાછી જન્મશે. આ પ્રકારના વ્યવહારથી સમાજમાં જે વર્ગ કાયમ રિબાતો આવ્યો છે એ વર્ગને આ વ્યવહાર વિશેષ પીડાકારી નીવડ્યો છે. આની નોંધ લેવાની પણ દરકાર કર્યા વિના ‘સમાનતા'નું સૂત્ર આપણે ગજવતા રહીએ છીએ. જે કઈ પ્રગતિ થઈ છે તો તે પ્રગતિનો લાભ કોને થયો છે તે તપાસવું જરૂરી છે. આ લાભ ઉપલા વર્ગને એટલે બ્યુરોકેટ, પ્રૉકેશનલ, વ્યાપારીવર્ગ અને જમીનદારોને મળ્યો છે. સમાજના કહેવાતા ઉજળિયાત વર્ગને જ પ્રવર્તમાન શિક્ષાગનો બહુધા લાભ મળ્યો છે.