________________ 128 સાધ્વી સંઘ અંગે વિનંતી સાદાઈ અને શ્રમની પ્રતિષ્ઠા સમજાવવી, આદર્શ ગૃહસ્થાશ્રમ રચવા પ્રેરવા, સમાજને નબળો બનાવતી કુપ્રથાઓ અને બાહ્યાડંબરો ઓછા કરી સંઘ, સમાજ અને દેશની ઉન્નતિમાં પોતાનો ફાળો આપવાની ભાવના જગાડવી, ત્યાગને અપનાવી આધ્યાત્મિક ઉન્નતિ તરફ જવાની પ્રેરણા આપવી, સાંપ્રદાયિક સંકુચિતતાનો ત્યાગ કરી વ્યાપક, વિશાળ, ઉદાર ભાવના કેળવવાનું મહત્વ સમજાવવું અને એ રીતે પ્રભુના શાસનની સાચી સેવા કરવાનું પ્રેમપૂર્વક સમજાવવામાં આવે તો એથી વ્યક્તિ અને સમાજ બંનેને ઘણો લાભ થાય. આ કાર્ય માતૃશક્તિ દ્વારા સરળતાપૂર્વક થઈ શકે છે. પૂજ્ય પંજાબકેસરી, યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ઘણીવાર કહેતા, “આજ સુધી ધર્મની રક્ષા બહેનોએ કરી છે અને બહેનો જ કરશે.” મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે, “જીવનમાં જે કાંઈ પવિત્ર કે ધાર્મિક જેવું છે તેનું બહેનોએ વિશેષ સંરક્ષણ કર્યું છે.” આ વિધાનો અંગે વિચારીએ તો સહેજે ખ્યાલ આવે છે કે ધર્મની રક્ષામાં ત્યાગની મૂર્તિઓ જેવી સતી સાધ્વીઓ કેટલું બધું કાર્ય કરી શકે! આ સાધ્વીવર્ગ જે વિદ્યા અને જ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે, ચારિત્રબળ સાથે એમને જ્ઞાનવિદ્યાનું બળ મળે તો એમનામાં કેવું તેજ પ્રગટે! સાધ્વીજીઓમાં અભ્યાસ વધશે તો જ્ઞાન વધશે, સાચું જ્ઞાન અને સમજ વધશે તો લોકોપકારનું કાર્ય, સંઘ અને સમાજની ઉન્નતિનું અનેકગણું કાર્ય તેઓ કરી શકશે. સમાજના મોવડીઓ અને સંઘના આગેવાનોએ આ દિશામાં ખૂબ વિચારવાનું છે, ઘણું કરવાનું છે, ઘણું કરી શકે તેમ છે. પૂજ્ય આચાર્ય ભગવંતોના ચરણોમાં નમ્ર | વિનંતી છે કે તેઓ ઉદારતાપૂર્વક આ માટે આજ્ઞા આપે. પૂજ્ય સાધ્વી ગુરુગીજી મહારાજ પણ પોતાની શિષ્યા, પ્રશિષ્યા, સાધ્વીજીમહારાજોને આગળ વધારવા, અભ્યાસી બનાવવા નિશ્ચય કરે. તેજસ્વી સાધ્વીજી મહારાજો પણ સ્વકલ્યાણાર્થે પૂજ્ય ગુરુદેવો અને ગુણીજી મહારાજના ચરણોમાં નમ્રભાવે આ માટે વિજ્ઞપ્તિ કરે અને સાધ્વીસંઘ સ્વયમેવ સ્વોન્નતિના શિખરે પહોંચવાની હિંમત અને ભાવના કેળવે! આપણા સાધ્વીસંઘમાં તેજસ્વી અને વિદુષી સાધ્વીઓ સેંકડોની સંખ્યામાં તૈયાર થાય તેવી શક્યતા છે. જરૂરત છે તે દિશામાં સમજણપૂર્વક પ્રયત્ન કરવાની. અમુક સાધ્વીજી મહારાજેમાં તો અભ્યાસની, વિદ્યાપ્રાપ્તિની લગન