________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 127 14. સાધ્વી સંધ અંગે વિનંતી - મહત્તરા સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજી ભગવાન મહાવીર સ્વામીનો સાધ્વીસંગ ત્યારે કેટલો વિશાળ હતો અને આજે પણ તેની વિશાળતા કયાં ઘટી છે? આજે તો સાધ્વીસંઘમાં નાની નાની વયના સાધ્વીજી મહારાજોને જોઈ, તેમનો ત્યાગ જોઈ લોકોનાં મસ્તક નમી જાય છે. નાની વયમાં, યુવાવસ્થામાં અને તે પણ આજના ભૌતિક યુગમાં ત્યાગ કરવો એ કાંઈ નાનીસૂની વાત નથી. સાધુપણું લેવું, ત્યાગ કરવો, તેમાં મુખ્ય આશય તો આત્મકલ્યાણનો છે. આવું કરવા માટે સમતા, સંયમ, સરળતા, નમ્રતા, વિવેક, અકિંચનતા, આચારવિચાર આ બધા ગુણોની આવશ્યક્તા છે. આત્માથી સાધુતાની કસોટી પણ એ જ છે. વિદ્વત્તા અને વકતૃત્વ એ કાંઈ આત્માથી સાધુતાની કસોટી નથી. આ હકીકત છે. આવી આત્માથી સાધુતામાં સ્વકલ્યાણ રહેલું છે. આવા સ્વકલ્યાણેચ્છઓના હાથથી જ સંધ, સમાજ અને દેશ સૌનું કલ્યાણ થવાનું છે. આ નિર્વિવાદ છે. આવો વર્ગ શિક્ષિત હોય તો કાર્ય ઘણી આસાનીથી, સહજતાથી થઈ શકે! આજે સમય એવો આવ્યો છે કે લોકોમાં વ્યાવહારિક શિક્ષણ વધી રહ્યું છે. શૈક્ષણિક ક્ષેત્રમાં, જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં દુનિયા ખૂબ જ આગળ જઈ રહી છે. લોકોને આજના વિલાસી વાતાવરણમાં આધ્યાત્મિક ભૂખ પણ જાગી છે. શિક્ષિત ભાઈબહેનોમાં પણ ઊંડે ઊંડે આસ્તિકતા રહેલી છે. ધાર્મિક ભાવના પાગ જોવામાં આવે છે. દુનિયા ઝૂકતી હૈ બુકાનેવાલા ચાહિયે' એ કથનાનુસાર લોકોને ધર્મમાર્ગમાં રુચિ ઉત્પન્ન કરવી, વ્યસનોથી મુક્ત કરવા, આચારવિચારની તથા ખાનપાનની શુદ્ધિ તરફ વાળવા,