________________ 129 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ અને શાસ્ત્રાભાસની તીવ્ર ઇચ્છા પણ જોવામાં આવે છે પરંતુ તે માટે તેમને અનુકૂળતા મળતી નથી. આ માટે શ્રી સંઘે ખાસ વ્યવસ્થા, વિશેષ સગવડ વહેલી તકે ઊભી કરવાની અતિ આવશ્યકતા છે. જેનપુરી અમદાવાદની નજીક શાંત વાતાવરણમાં સેરિસા, ભોયણી જેવાં તીર્થસ્થાનોમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અને વિશેષ અભ્યાસ માટે પાંચ વર્ષનો અભ્યાસક્રમ નિયત કરવામાં આવે. આગમોના અભ્યાસમાં શ્રી દશવૈકાલિકસૂત્ર, નંદીસૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર, શ્રી ઉત્તરાધ્યાયનસૂત્ર તેમજ આચરાંગસૂત્ર, સૂયગડાંગસૂત્ર આદિ અંગોનો, દર્શનશાસ્ત્રનો; યોગના ગ્રંથોનો, કાવ્ય, સાહિત્ય અને વ્યાકરણનો, સંસ્કૃત, પ્રાકૃત આદિ વિષયોનો તે તે વિભ્યોના નિષ્ણાત પંડિતોને રાખીને અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે તો ન ધારેલું એવું સુંદર પરિણામ આવે. આ માટે વિદ્વાન શ્રાવકોની એક સમિતિ નિમાય જે સાધ્વીજી મહારાજના અભ્યાસની પ્રગતિની તપાસ કરાવતી રહે અને સુજ્ઞશ્રાવકોની પણ એક એવી સમિતિની રચના કરવી જોઈએ જે સાધ્વીજી મહારાજો સંયમયાત્રા સાથે સ્વસ્થતાપૂર્વક જ્ઞાનાભ્યાસ કરી શકે તે બાબત આવશ્યક વ્યવસ્થા કરે. આપણા સમાજ પાસે ધનની કમી નથી. ઉત્સવો અને બીજાં કાર્યોમાં ઉદારતાથી દ્રવ્ય વપરાય છે. આવાં ધર્મકાર્યો યોગકાળે, યોગ્યક્ષેત્રે ભલે થતાં રહે પરંતુ ઉપર દર્શાવતું કાર્ય પણ અત્યંત મહત્ત્વનું છે. આ દિશામાં સ્થાનકવાસી શ્રી સંઘે મુંબઈ ઘાટકોપરમાં શ્રમાગી વિદ્યાપીઠનું ઘણું સુંદર કાર્ય કર્યું છે તે સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. ગૃહરિથો પોતાનાં વહાલાં બાળકોને ભણવા માટે છાત્રાલયો, પાઠશાળાઓ અને વિદ્યાલયોમાં છેક પરદેશ સુધી મોકલે છે, મોકલી શકે છે તો પૂજ્ય સાધ્વીજી મહારાજે પોતાની શિખાઓને વિદુષી બનાવવા વીસ-પચીસ કે પચાસ-સો માઈલ દૂર કેમ ન મોકલે? આવું કરવામાં આવશે તો તેમનું જીવન મહાન બનશે, સંઘનું હિત સધાશે અને દેશને ધર્મપ્રચારનો લાભ મળશે. અભ્યાસાથી સાધીસંઘના ગુરુ ગુણીજી મહારાજોને આથી વધારે શું વિનંતી કરું?