________________ જીવનમાં હું જૈન સમાજનો પુષ્કળ પ્રેમ મેળવી શક્યો છું જેનો મારે મન મોટો આનંદ છે. મારે કબૂલ કરવું પડશે કે મારા પ્રત્યે સતત સ્નેહભાવ રાખનાર આ ગ્રંથના સંયોજક શ્રી સી. એન. સંઘવીના સહકાર અને માર્ગદર્શનથી ગ્રંથ પ્રકાશનની કપરી કામગીરી બજાવી શકયો છું. અહીં એક અન્ય ઉલ્લેખ કરવાનું પણ હું અનિવાર્ય સમજું છું. શિક્ષણ જગત સાથે મારો સંબંધ ત્રણ દાયકાનો રહ્યો છે અને સાહિત્યના વિશ્વ સાથે તો આજે પણ મા શારદાના આશીર્વાદથી એ સંબંધ જળવાઈ રહ્યો છે. આ બધાંનાં પરિણામે ગુજરાતી શિક્ષણ-સાહિત્યના મૂર્ધન્ય અને માનનીય સાક્ષરો, સુપ્રસિદ્ધ સાહિત્યકારો અને નામાંકિત કેળવણીકારો તથા ચિંતકોએ મારા પ્રત્યે લાગણી દર્શાવીને, મારી વિનંતીને માન આપીને, મારા સંપાદન હેઠળ પ્રકાશિત થયેલા આ ગ્રંથમાં પોતાના લેખો પ્રકાશનાર્થે મોકલીને મને ઋણી કર્યો છે. હું અહીં એ દાગનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું. ઉપરાંત, જેન ધર્મના આચાર્ય ભગવંતોએ પણ પોતાની રચનાઓ મોકલીને ગ્રંથની સમૃદ્ધિ વધારી છે તેમને પણ હું વંદન કરું છું. જો કે જૈનાચાર્યોના લેખો મેળવી આપવામાં વિદ્યાલયના ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. વળી, જૈન સાહિત્ય અને ધર્મ-ચિંતનના વિદ્વાન ડૉ. જયંત કોઠારીએ પણ મારી વિનંતીને માન આપી વિદ્વાન લેખકોનાં નામ-સરનામાં મોકલીને મારું કાર્ય સરળ કર્યું હતું. તેમનો પણ હું આભારી છે. અલબત્ત, કેટલીક મર્યાદાઓને લીધે અમે પ્રાપ્ત થયેલ તમામ લેખોને સ્થાન આપી શક્યા નથી તેને રંજ છે. સંપાદનની જેમ જ પ્રકાશન કાર્ય, મુદ્રણ અને છપાઈ તથા ગ્રંથના મુખપૃષ્ઠને આકર્ષક બનાવવાનું કામ પણ અત્યંત કપરું હોય છે પરંતુ મને એનો ઉલ્લેખ કરતાં આનંદ થાય છે કે મારા પરમમિત્ર અને બંધુતુલ્ય એવા દોશી ઍન્ડ કંપનીના ભાગીદાર શ્રી રમેશભાઈ દોશીએ જે ખંત અને ચોક્સાઈથી આ કાર્યમાં વ્યક્તિગત રસ લીધો છે તેનું મૂલ્ય મારે મન અનેકગણું છે. તેમણે પ્રારંભથી જ આ પ્રકાશનને પોતાનું જ ગમ્યું 12