________________ હો તો આ ગ્રંથના પ્રકાશન કાર્યમાં પણ સરળતા રહે.” મારા સંકોચના જવાબરૂપે અમરભાઈએ મને જે કહ્યું તેના પરિણામે હું ઈનકાર ન કરી શક્યો. આમ પણ અમરભાઈની મારા પ્રત્યેની લાગણી મારે મન મહત્ત્વની હતી. - અને શ્રી ગણેશાય નમ: કહીને મેં આ કર્તવ્યભારને વહન કરવાના શ્રીગણેશ માંડી દીધા. તે દરમિયાન હું અને અમરભાઈ વિદ્યાલય પર આ કાર્ય અંગે મળતા રહેતા અને યોજનાઓ ઘડતા રહેતા પણ ભગવાન મહાકાળે આપણી વચ્ચેથી આ વિરલ વ્યક્તિને અણધારી રીતે ઉપાડી લીધી. મેં પણ સહુની જેમ આઘાત અનુભવ્યો. હવે શું થશે તેવો પ્રશ્ન પણ નજર સામે ખડો થયો પણ સત્કાર્યને કોઈ અવરોધ નડતો નથી હોતો તેનો અનુભવ થયો. સદ્ગત અમરભાઈની જગાએ જૈન સમાજના અગ્રણી અને એવું જ વ્યક્તિત્વ ધરાવનાર સ્નેહાળ અને દષ્ટિસંપન્ન વ્યક્તિ શ્રી સી. એન. સંઘવીની વરણી સંયોજક તરીકે જ્યારે વિદ્યાલયના પ્રમુખ અને કારોબારી સમિતિએ કરી ત્યારે મેં સંતોષ અનુભવ્યો કેમકે શ્રી સંઘવી સાહેબ સાથે પણ મારો બે દાયકાથી વધુ સમયનો સંબંધ રહ્યો છે. આ ગ્રંથના કાર્ય નિમિત્તે પછી તો અમારી વચ્ચે મુલાકાતો થતી રહી, ચર્ચાવિચારણાઓ થતી રહી, ગ્રંથને શક્ય તેટલો સમૃદ્ધ બનાવવાનો અમે પ્રયાસ કરતા રહ્યા, વિદ્યાલયના ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનું માર્ગદર્શન પણ અમે મેળવતા રહ્યા અને આમ આ બધાના ફળરૂપે આજે આ સ્મૃતિ ગ્રંથ જ્યારે પ્રકાશિત કરી શક્યા છીએ ત્યારે વ્યક્તિગત રીતે હું આંતરિક આનંદની અનુભૂતિ કરી રહ્યો છું અને સદ્ગત અમરભાઈને મનોમન સ્મરી રહ્યો શ્રી મહાવીર જૈન વિદ્યાલય સાથે આ નિમિત્તે જોડાવાની મને જે તક મળી તેને પણ મારું સદ્ભાગ્ય સમજું છું. જો કે સંસ્થાના પ્રમુખ અને પ્રતિભાસંપન્ન વ્યક્તિ મુરબ્બી શ્રી દીપચંદભાઈ ગાડીથી માંડીને આ વિદ્યાલયના ઘણાખરા સમિતિ સભ્યો અને કાર્યકરો સાથે મારો પરિચય અગાઉથી જ હતો અને તેથી મને કોઈ નવી સંસ્થાનું કાર્ય કે કોઈ અજાણી વ્યક્તિઓ સાથે જોડાયાનું લાગ્યું નહીં. વળી જે અપરિચિત સભ્યો હતા તેમણે પણ મને પ્રેમ અને આદરથી પોતાનો બનાવી લીધો છે. આમ પણ મારા 11