________________ સંપાદકીય : આનંદની અનુભૂતિ જીવનમાં કેટલાંક કર્તવ્યો બજાવવાનું કાર્ય અનાયાસે ઉપસ્થિત થતું હોય છે જે અંતકરણને આનંદની અનુભૂતિ કરાવે છે. આવું જ એક ધર્મકાર્ય શ્રી મહાવીર જૈન વિદ્યાલયના અમૃત મહોત્સવ નિમિત્તે પ્રકાશિત થનાર ગ્રંથના સંપાદક તરીકે બજાવવાનું મારા ભાગ્યે આવ્યું ત્યારે મેં તેમાં ભગવાન શ્રી મહાવીરના મારી ઉપર વરસેલા આશીર્વાદ જ ગણ્યા, પરમ કૃપાળુ પરમાત્માની કૃપા જ ગણી. અલબત્ત, આવાં કર્તવ્યો આપણને સોંપવામાં ઈશ્વર કોઈને નિમિત્ત બનાવતો હોય છે અને આવું નિમિત્ત બન્યા હતા સદ્ગત અમરભાઈ જરીવાલા. અમરભાઈ સાથેનો મારો સંબંધ લગભગ ત્રણ દાયકાનો રહ્યો હતો. અમારી વચ્ચે સાહિત્યક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આ સંબંધમાં સેતુરૂપ બની હતી. એમણે જ્યારે અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથના સંપાદનની જવાબદારી વહન કરવાનું મને સૂચન કર્યું હતું ત્યારે મેં સંકોચ સાથે કહ્યું હતું : અમરભાઈ, તમારા સભાવ બદલ આભાર; પણ શું આ જવાબદારી વહન કરી શકવા તમે મને સક્ષમ ગણો છો? કોઈ જૈન વિદ્વાનને પસંદ કરો તો?' બકુલભાઈ, યુગદષ્ટા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની વિશાળ દષ્ટિમાં કોઈ સાંકડું વર્તુળ ન હતું. વળી, આ ગ્રંથને કેવળ જૈનધર્મ પૂરતો મર્યાદિત નથી રાખવો પણ સાહિત્ય, શિક્ષણ, ધર્મ, ચિંતન વગેરે વિષયક લેખોને પણ સ્થાન આપવાનું છે. ઉપરાંત હું સંયોજક છું અને તમે જો સંપાદક 10