________________ પંડિત સુખલાલજી 271 એનો નિર્દેશ નહોતો કર્યો પણ એમને ખબર તો હોય જ. આંખો નહોતી એના બદલામાં બીજી બધી ઈન્દ્રિયો અત્યંત સતેજ હતી. શ્રીમતી મૃદુલા પ્ર. મહેતાએ એમના પુણ્યશ્લોક પંડિતજી' નામના સ્મરણમાં એક અવિસ્મરણીય પ્રસંગ નોંધ્યો છે. તે દિવસ ઉકળાટ પછી પવન નીકળ્યો હતો. ચાંદની પણ એવી જ સુંદર હતી. મૃદુલાબહેને એનો ઉલ્લેખ નહોતો કર્યો છતાં પંડિતજી બોલેલા: ‘પવન જ સરસ છે તેમ નથી, ચાંદની પણ સરસ છે, ખરું ને!' મૂદુલાબહેન ડઘાઈ જાય છે. પંડિતજી કહે છે : “જો એમાં કંઈ અલૌકિક શક્તિની જરૂર નથી. આજની હવામાં જે અનેરી શીતળતા છે તે પૂર્ણિમાની સોળે કળાએ ખીલેલી ચાંદની સિવાય સંભવે નહીં. એ અનન્ય શીતળતાનો અનુભવ આંખ હોય તેને થાય એના કરતાં વધારે તીવ્રપણે આંખ વગરનાને થાય એમ હું ધારું છું. મેં ઘણીવાર આજે પૂનમ છે તેમ આ અનુભવે જાણ્યું છે. તેમાંયે વૈશાખી પૂનમ પરખાયા વગર રહે જ નહીં! બુદ્ધ કંઈ અમસ્તા તે દિવસે જન્મ્યા હશે!' એ પછીની ગંભીર-હળવી વાતચીત દરમિયાન પંડિતજી મૃદુલાબહેનને ચાંદનીનું વર્ણન કરવા કહે છે. એ આખો ભાગ લેખિકાના શબ્દોમાં જ મૂકવા જેવો છે.. મેં વૃક્ષ, વેલીઓ, પુષ્પો અને સરિતાના જળમાં પડતા ચંદ્રના પ્રકાશ, પ્રતિબિંબવલયોનું થોડું વર્ણન કર્યું. પછી પંડિતજીએ પોતે નાનપણમાં માણેલી ચાંદનીનું વર્ણન કર્યું તે શબ્દો મારી પાસે રહ્યા નથી પણ તે પછી તેમણે જે વર્ણન કર્યું તેની એક ઘેરી છાપ મારા અંતરમાં છે. કેટલી યોગ્ય રીતે વ્યક્ત થશે તેની મને ખબર નથી. કહે : પ્રકાશ કરતાં અંધકાર, ગાઢ અંધકારનો અનુભવ મેં કોઈએ ન કર્યો હોય તેવો તીવ્રપણે કર્યો છે. સોળ વર્ષની વયે જ્યારે આંખો ખોઈ ત્યારે આંખોનું તેજ ગયું તેટલું જ નહીં. સમસ્ત જીવન જીવવાની બધી આશા-આકાંક્ષાઓ ફરતો ગાઢ અંધકાર વીંટળાઈ વળ્યો હતો. પ્રગાઢ અંધકાર, જ્યાં પ્રકાશની આછી રેખા ન હતી, આશાની ઝાંય સરખી નહોતી ' અને અંધકારના ડુંગરનો, ચોસલે ચોસલાનો એવો ભાર હતો કે ડોક ઊંચી ન થઈ શકે. ઊંડા અંધારા કૂવામાં મને કોઈએ ધકેલી દઈ ત્યારે જીવનના એકેએક વાર બંધ કરી દીધાં હતાં. આ અહંકારનો ખડક સમો ભાર ભેદીને