________________ 268 વીરતા અને નિર્માલ્યતા દીકરો બની જઈને તેના દ્વારા છેવટે સુલતાનની મહેરબાની હાંસલ કરી ગુજરાતની રક્ષાનું પોતાનું ધ્યેય કુનેહથી સિદ્ધ કરનાર મંત્રી વસ્તુપાલ પણ આવે. એક કોમે કે વ્યક્તિએ મશીનગન કે હેન્ડગ્રેનેડ વડે બીજા કોમના માણસોને ખતમ કરી દીધા, તેની સામે તે કોમની વ્યક્તિઓ સામી કોમના માણસોને તે જ રીતે મારી નાખે-આવી હિંસાને કદીય વીરતામાં ખપાવી ન શકાય. આ તો નરી બર્બરતા ગણાય. આવી નૃશંસ કૂરતાને ન બિરદાવવાથી કે સાથ ન આપવા માત્રથી જ જેનો જે કાયર બની જતા હોય તો તેની સામે ફરિયાદ કરવાને કોઈ કારણ નથી. અજ્ઞાની ગમે તેમ કહે તેનો હરખશોક શો? સર્વોદય ચિંતનધારાના પ્રખર ભાષ્યકાર શ્રી દાદા ધર્માધિકારીએ બહુ જ માર્મિક રીતે આ મુદ્દા વિશે કહ્યું છે કે હું તો વિજ્ઞાનનો પાડ માનું છું કે એણે હિંસક વિરતાને માટે અવકાશ જ નથી રહેવા દીધો. આજે તો એક છોકરડી પણ કબાલ્ટ બોમ્બ ફેંકીને લાખોને મારી નાખી શકે છે. આ વિજ્ઞાનના જમાનામાં મારવામાં વીરતા રહી જ શકે એમ નથી. રહી શકે એમ છે માત્ર કૂરતા! મશીનથી અને સ્વય–સંચાલિત શસ્ત્રોથી મારવામાં શી બહાદુરી બળી છે? આજે તો તેનસિંગ ઍવરેસ્ટ પર ચડી જાય એમાં જ વીરતાને અવકાશ રહ્યો છે. સમુદ્રના અંતરાળમાં ઉતરનારા-આગ ઓલવનારા વગેરે સાહસિકો જે વીરતા દાખવે છે તેથી વધારે વીરતાને માટે આજે હવે અવકાશ નથી રહ્યો. વિજ્ઞાનને કારણે, ભગવાનની કૃપાથી-અહિંસક વિરતા સિવાયની બીજા કોઈ પ્રકારની વીરતાની તક જ નથી રહી. વૈજ્ઞાનિક વીરતા અહિંસક વીરતા હશે.” અહિંસાના ઉપદેશથી કે પાલનથી પ્રજા નિર્માલ્ય બને છે એ વાત, ઇતિહાસનો અભ્યાસ કરતાં તદ્દન વાહિયાત કરે છે. નિર્માલ્યતા એ અહિંસાની નીપજ નથી. અહિંસા તો પરોપકારનું પરિણામ છે અને જ્યાં પરોપકાર હોય ત્યાં નિર્માલ્યતા અસંભવિત છે. નિર્માલ્યતા ખરેખર તો સ્વાર્થપરસ્તી અને પરપીડનવૃત્તિની પેદાશ છે. આ બે તત્ત્વો માનવ મનનાં એવાં તત્ત્વો છે જે મનુષ્યને નિર્ભય બનવા દેતાં નથી અને જે નિર્ભય ન હોય તે નિર્માલ્ય ન હોય તે કેમ બને જ! પરાક્રમનો સીધો અનુબંધ અભયવૃત્તિ સાથે છે. સ્વાર્થ કે પરપીડન સાથે અભયનો કોઈ મેળ નથી. અભથનો મેળ માત્ર અહિંસા કે નિર્વેરતા સાથે જ હોઈ શકે અને એવો અભય માનવ નિર્માલ્ય કેમ હોય? નિમલ્લિતા શી ચીજ છે, તેનો આછો ખ્યાલ