________________ 267 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વાણિયા. તેમણે પોતે સેનાપતિનું પદ ધરીને બાવન યુદ્ધો ગુજરાતની આબાદી કાજે ખેલ્યાં. અને છતાં તેમની અંતરંગ આસ્થા શુદ્ધપણે અહિંસાધર્મ પ્રતિ જ સમર્પિત. યુદ્ધો તો એમનું દેશ પ્રત્યેનું એક અવસરોચિત કર્તવ્ય માત્ર હતું. આ બે મંત્રીશ્વરોની વીરતાનાં પણ જૈનાચાર્યોએ કાવ્યો અને ચરિત્રો લખ્યાં છે. તો શું આ ઉપરથી એમ સમજવું કે જૈનાચાર્યો હિંસાને બિરદાવતા હતા? બિલકુલ નહિ. આ ઉપરથી તો એટલું જ સમજવાનું છે કે જૈનાચાર્યો સ્વયં શુદ્ધ અહિંસાપ્રધાન હોવા છતાં અને કોઈપણ પ્રકારની હિંસાને દોષ તરીકે જ સ્વીકારતા હોવા છતાં, વ્યવહારદષ્ટિએ કાયર બનાવી મૂકે તેવી અહિંસાના જડ કે વેદિયા પક્ષપાતી નહોતા. આ મુદ્દાનું તત્ત્વજ્ઞાન સમજવું સરળ નથી જ. એટલે જ કેટલાક લોકો અજ્ઞાનથી કે પૂર્વગ્રહથી પ્રેરાઈને અહિંસાના આદર્શને વિકૃત રીતે ચીતરીને મુગ્ધ જનમાનસમાં તે સામે ધૃણા જન્માવવાનો પ્રકમ સફળતાપૂર્વક રચી બેઠા છે. એક મુદ્દો ધ્યાનપૂર્વક તપાસવાની જરૂર છે કે આ દેશમાં જે યુદ્ધ કે જે હિંસા પાછળ હીન સ્વાર્થ કે સૂરતાની વૃત્તિઓ કામ કરતી, તે યુદ્ધ/હિંસા કરનારને અંતે હારવું જ પડયું છે કે માર જ ખાવો પડ્યો છે, અને તેનાં યશોગાન તો નથી જ ગવાયાં. તેથી ઊલટું યુદ્ધ અને હિંસા દૂષિત ચીજો હોવા છતાં, જ્યારે તેની પૃષ્ઠભૂમિમાં, આતતાયીઓને શિક્ષા, સજ્જનોની તથા પ્રજાના જાનમાલની રક્ષા, સ્ત્રી અને પશુઓ ઉપર થતા અત્યાચારોનો સામનો જેવાં કારણો પડયાં હોય છે, ત્યારે તે યુદ્ધ હિંસા કરનારની વીરતા, ખાનદાની, પરોપકારિતા જેવાં તત્ત્વોની ગાથાઓ અવશ્ય રચાઈ છે. અને તેની પાછળનો સ્પષ્ટ હેતુ તેની હિંસાને કે યુદ્ધખોરીને ઉત્તેજન આપવાનો નહિ, પરંતુ ઉપર ગણાવ્યા તેવા ગુણોને સન્માનવાનો તથા વિકસાવવાનો જ છે. જૈન ધર્મના આચાર્યોએ પણ આ પ્રકારની વીરતાને હમેશાં બિરદાવી જ છે. અલબત્ત, વીરતાની એમની વ્યાખ્યામાં, પ્રજાના ચરણોમાં પોતાના અન્નભંડારો સમપ દેનાર જગડૂશા અને ખેમો હડાળિયાની દાનવીરતા પણ આવે, રાષ્ટ્રને વિધર્મીઓથી ઉગારવા કાજે પોતાનું સર્વસ્વ હોમી દેનાર ભામાશાહ અને દયાળશાહ જેવા નરવીરો પણ આવે, અને સુલતાન અલ્તમશની માતાને મધદરિયે પોતાના માણસો દ્વારા જ લુંટાવી, તેની સુરક્ષાની જવાબદારીનો દેખાવ કરી, તેની આગતાસ્વાગતાપૂર્વક લૂંટના માલની શોધ કરાવી, પાછો મેળવી, તેને સુપરત કરનાર, તેનો માનેલો