________________ 266 વીરતા અને નિર્માલ્યતા બકી, તે કેટલું મોટું આશ્વાસન છે! જ્યાં આગમ હોય ત્યાં અહિંસા જ સર્વોપરી આયુધ હોઈ શકે. જ્યાં અહિંસા નથી, ત્યાં વળી ધર્મ કેવો! અને જો ધર્મ જ ન રહે, તો ધર્મયુદ્ધ કયા આદર્શ માટે? કયા હેતુની સાધના માટે? આ દેશના મનુષ્યો, રાજાઓ અને પ્રજાઓ, જો પારસ્પરિક અદેખાઈની આગમાં શેકાઈને એકબીજાનું કાટલું કાઢવામાં રાઓ ન હોત, તો આ ભૂમિ પર કદાપિ મુસ્લિમ કે પરદેશી આક્રમણો તથા શાસન ન આવ્યાં હોત તો ધર્મવિનાશ કે ધર્માતરના ભયાનક પ્રસંગો આ પ્રજાએ વેઠવા પડ્યા ન હોત. પરસ્પર કાપાકાપી અને પરાયાને મદદ-આપણા દેશના ઇતિહાસનું આ કલંકિત પાનું છે. જો અહીંના લોકોએ અન્યોન્યનું અહિત કરવાની પ્રવૃત્તિને બાજુએ રાખીને વિદેશી કે વિધમી લોકો સામે એય કેળવ્યું હોત, અને આ દેશના ‘આર્ય ધમોંએ પોતાના ધર્મના દિગ્વિજયના ઓઠા હેઠળ સ્વીકારેલી એકબીજાના ધર્મને હાનિ પહોંચાડવાની અનાર્ય રીતભાત ન આચરી હોત, તો આ દેશ અને આ પ્રજાની સિક્લ અવશ્યમેવ આજે નિરાળી હોત. પણ અફ્સોસ, હિંદનો ઈતિહાસ એ સંકુચિત માનસનો ઇતિહાસ છે. હિંદનો ઇતિહાસ એ હિંસાને અપાયેલા અજુગતા મહત્ત્વના કારણે પોતે વહોરેલી પાયમાલીનો ઇતિહાસ છે. બાકી, જૈન ધર્મશાસ્ત્રો કે ધર્મોપદેશકોએ કાયરોની અહિંસાની પ્રતિષ્ઠા કરી છે કે કાયર બનાવી મૂકે તે હદે અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે, એવું જો કોઈ સમજતું હોય કે પ્રચારતું હોય તો તેમાં કાં તેની અણઘડતા છે કે કાં તેની બદદાનત છે. એકાદ બે ઉદાહરણો લઈને આ મુદ્દાને વધુ સમજીએ. જીવદયાના સમર્થ જ્યોતિધર કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી રંગાયેલો ગુર્જરપતિ રાજા કુમારપાળ યુદ્ધના મેદાનમાં પણ જીવદયા પાળવાની ચીવટ સેવતો, અને બને ત્યાં સુધી શત્રુનો પણ વધ ન કરતાં તે જીવતો રહે તે રીતે જીતવાનું પસંદ કરતો. આમ છતાં તે યુદ્ધો લડ્યો છે, જીત્યો છે, અને યુદ્ધોમાં તેના હાથે સંહાર પણ થયા જ છે, અને તેની વીરતાનાં કાવ્યો તથા તેનાં ચરિત્રો જૈનાચાર્યોએ જ લખ્યાં છે, યાદ રહે કે કુમારપાળે ખેલેલાં યુદ્ધો તે કાંઈ જૈન ધર્મના દિગ્વિજયનાં યુદ્ધો નહોતાં. તે તો તેની રાજદ્વારી પ્રક્રિયા-પ્રતિક્રિયાનાં પરિણામરૂપ યુદ્ધો જ હતાં. ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ અને તેજપાળ બને શુદ્ધ વીસ પોરવાડ