________________ 328 આપવાનો અનોખો આનંદ! કરી, વટ પડી ગયો. પણ આનંદ તે એમાંથી કોઈકને કશુંક આપ્યું ત્યારે જ મળ્યો. અને, સામાન્ય માણસ લાખમાંથી હજાર કે કરોડમાંથી લાખ આપે ત્યારે પણ જો એને આનંદ થાય, તો જે લોકો તેના કરતાં પણ વધુ આપે એમને કેટલો આનંદ થતો હશે? કરોડમાંથી લાખ આપનાર માત્ર એક ટકાનો ત્યાગ કરે છે. અને તો પણ તે આનંદ અનુભવે છે, તો બુદ્ધ કે મહાવીર જેવા સો ટકા ત્યાગીઓ કેવો આનંદ અનુભવતા હશે? ઇબ્રાહીમ અદમે રાજગાદી છોડીને ફકીરી અપનાવી હતી તેનું રહસ્ય આ વાતમાં સમાયેલું છે. કોઈ વસ્તુ છોડી દેવાનો કે આપી દેવાનો આનંદ અનેરો હોય છે. ખલીલ ઝિબ્રાને લખ્યું છે કે, માણસ પોતાના ધનમાંથી કશુંક આપે આપે છે, ત્યારે જ તે ખરા અર્થમાં આપે છે. અને આ રીતે આપવાનું કામ તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ, ગરીબમાં ગરીબ માણસ પણ કરી શકે છે. કોઈને તેની મુસીબતમાં મદદ કરવી, કોઈની તકલીફની વાત સહાનુભૂતિથી સાંભળવી, કોઈની થોડી પ્રશંસા કરવી, કોઈ મિત્રને એકાદ પત્ર લખવો, એવાં કામ તો બધાં જ કરી શકે છે. અને એમાં કશુંજ ગુમાવવાનું હોતું નથી. પોતાના સંપર્કમાં આવતી વ્યક્તિઓમાં રહેલી સારપ કે શક્તિઓને થોડાં સારાં કે મીઠાં વેણ બોલવા સિવાય વધારે કશુંજ કરવાનું હોતું નથી. ડેલ કાર્નેગીએ લખ્યું છે કે હાસ્યની કોઈ કિંમત બેસતી નથી અને છતાં તે ઘણુંજ પેદા કરી શકે છે. આપનારને ગરીબ બનાવ્યા સિવાય લેનારને તે શ્રીમંત બનાવી શકે છે. અને, હાસ્ય એક એવી વસ્તુ છે જેની બીજાને બક્ષિસ આપવા સિવાય બીજો કોઈ ઉપયોગ નથી. હાસ્યને પોતાની પાસે સંઘરી રાખવું નિરર્થક હોય છે, છતાં હસવામાં પણ આપણે કેટલી કંજુસાઈ કરીએ છીએ? કેટલીક વાર આપણા ઘોડા મીઠા શબ્દો, આપણા સ્મિતની થોડી