________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 327 જન્મ. અભ્યાસ પણ મેટ્રિક સુધીનો. જીવન ગુજારો કરવા માટે અનેક નોકરીઓ મેં કરી છે. માંડ માંડ પૂરું થાય. દર મહિને કોઈકના ઉછીનાપાછીના કરવા પડે. જૂનું દેણું ભરવા માટે નવું દેણું કરવું પડે. બહુ તંગી વચ્ચે જિંદગી પસાર કરવી પડે. નોકરી છોડીને ધંધો કર્યો, તો એમાં પણ મુશ્કેલીઓ પડી. પરંતુ આખરે ધંધામાં સફળતા મળી. પૈસા ધીમે ધીમે ભેગા થવા માંડયા. પૈસો પૈસાને ખેંચી લાવવા લાગ્યો. સ્થિતિ સુધરી. મકાન કર્યું. વાહન વસાવ્યું, સગવડ વધારી. એ વખતે મારા એક જૂના મિત્ર મારી પાસે આવ્યા. એમની સ્થિતિ પહેલાં બહુ જ સારી હતી. ભૂતકાળમાં બે ચાર વખત મેં એમની પાસેથી પૈસા ઉછીના લીધા હતા. પરંતુ હવે એમની સ્થિતિ બગડી હતી. મારી પાસે આવીને એમણે પૈસા માંગ્યા અને માંગતી વખતે શરત મૂકી કે લીધેલા પૈસા કદાચ તેઓ ક્યારેય પાછા ન પણ આપી શકે! એમને પૈસા આપ્યા - ક્યારેય પાછા નહીં લેવાની શરતે, અથવા તો એમને આપવા હોય ત્યારે, અને આપવા હોય એટલે આપે એમ કહીને. એમને એ પૈસા આપતી વખતે મને આનંદની એક એવી ઝણઝણાટી થઈ કે જેને હું આજ સુધી ભૂલી શક્યો નથી. રૂપિયા કમાતી વખતે માણસ એક સૂક્ષ્મ પ્રકારનો અહમ અનુભવે છે. પણ આપતી વખતે એને આનંદનો અનુભવ થાય છે તે ખરેખર અવર્ણનીય હોય છે.' એમની એ વાત સાંભળીને માણસના મનના અગોચર ખૂણાઓ ઉપર જાણે અજવાળું પથરાઈ ગયું. સંગ્રહ કરવાની ઇચ્છા માણસ માત્ર માટે સ્વાભાવિક છે, પરંતુ એ સંગ્રહમાંથી ખર્ચવાની ઇચ્છા - આપવાની ઇચ્છા પણ એટલી જ સ્વાભાવિક છે. પાણી ક્યાં ક્યાંથી આવીને એક જગ્યાએ એકઠું થાય છે, પણ જો એમ એકઠું જ થતું રહે તો ગંધાઈ જાય. એકઠું થયેલું પાણી જ વહે, અથવા તો ઉલેચાય, તો જ તે નિર્મળ રહી શકે. માણસ માટે પાણી સંગ્રહ કરવાની અને આપવાની ક્રિયા એવી જ છે. ગમે એટલા પૈસા, સત્તા કે સગવડોનો સંગ્રહ માણસને આનંદ આપી શકતાં નથી. આનંદ એ નિર્મળ વસ્તુ છે અને માણસ જેટલો નિર્મળ બને એટલો તે વધારે આનંદ અનુભવી શકે છે. લાખો કમાયા, મઝા આવી. કરોડો કમાયા, અકકડ થયા. સત્તા પ્રાપ્ત