________________ 326 આપવાનો અનોખો આનંદ! વખતે ભૂલી જાય છે, થાક ભૂલી જાય છે, મુશ્કેલીઓ ભૂલી જાય છે. નિર્મળ પાણીનું ઝરણું વહેતું હોય એમ એ, બસ વહ્યા જ કરે છે. આપવાનો આનંદ એવો અદ્ભુત હોય છે! પૈસા કમાવા માટે ધંધામાં ખૂંપી ગયેલ વેપારી, એકસાથે ચાર-પાંચ ફોન પર વાતચીત કરતો ઉદ્યોગપતિ, મન પર ચિંતાનો ભાર રાખી દોડાદોડી કરતો એક્ઝીક્યુટિવ, વેપાર ધંધાની ચિંતામાં રાતના ઉજાગરા કરતો ધનપતિ એ બધાના ચહેરા પર કયાં કશો આનંદ હોય છે? પરંતુ એ જ વેપારી કે ઉદ્યોગપતિ કોઈ દાન આપે છે, એ જ એક્ઝીક્યુટિવ કે ધનપતિ જ્યારે કોઈને કશુંક આપે છે ત્યારે તેનો ચહેરો કેવો પ્રફુલ્લ બની જાય છે! ખરેખર, આપવાનો આનંદ મનુષ્યને જાણે જુદોજ મનુષ્ય બનાવી દે છે! આપતો પિતા, તેના માટે, પોતાની હેસિયતથી પણ વધારે ખર્ચ કરીને, કપડાં કે રમકડાં ખરીદતો પિતા કેવો ખુશખુશ દેખાય છે! માતાની તોલે તો આપવામાં કોણ આવી શકે છે? ગર્ભસ્થ બાળકને તે પોતાનું લોહી પામે છે, અને સાથે જ પોતાનો પ્રેમ પણ આપે છે. બાળકને ધવડાવતી માતા, કોઈ પણ દેશની, કોઈ પણ જાતિની, ધાવણ સાથે બાળકને પોતાનું સર્વસ્વ આપી દેવા તત્પર હોય છે. આપવાની બાબતમાં માતાની તોલે બીજું કોઈ આવી શકતું નથી. બાળકને ધવડાવી રહેલી માતાના ચહેરા જેવો મીઠડો ચહેરો બીજો કોઈ હોતો નથી. આપવાના આનંદ વિષે એક મિત્ર સાથે અનાયાસે થયેલી વાતચીતનો ઉલ્લેખ અહીં કર્યા વિના રહી શકતો નથી. એ મિત્રને મેં અમસ્તુ પૂછયું, “તમને ખરેખરા આનંદનો અનુભવ થયો છે? અથવા તે અચાનક, ક્યારેક એવા આનંદનો અનુભવ થયો છે, જેની પ્રતીતિ એ જ ક્ષણે તમને થઈ હોય?” “તમે ક્યા પ્રકારના આનંદની વાત કરો છો, તે હું સ્પષ્ટ સમજી શકતો નથી.” તેમણે કહ્યું, “પણ મને એક પ્રસંગે અચાનક એટલો બધો આનંદ, અથવા તો સંતોષ કે સંતોષમિશ્રિત આનંદની કે એવી કોઈક લાગણી થઈ હતી, જેને હું ક્યારેય ભૂલી શક્યો નથી. સામાન્ય કુટુંબમાં મારો