________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 325 45. આપવાનો અનોખો આનંદ! - મોહમ્મદ માંકડ માત્ર મનુષ્ય જ નહિ. પરંતુ જીવમાત્રને લેવું ગમે છે અને સંઘરવું પણ ગમે છે. વનસ્પતિ પણ પોતાના માટેનો ખોરાક મૂળમાં, પ્રકાંડમાં, પાનમાં સંઘરે છે. પરંતુ લેવું ગમે છે એમ આપવું પણ જીવને ગમે છે. લેવા પાછળ જીવવાની તૃષ્ણા હોય છે તો આપવા પાછળ આનંદ હોય છે. આપવાનો આનંદ એવો તો અનોખો હોય છે કે, એનો સ્વાદ માણનાર જીવને આપવાની ઇચ્છા વધુ ને વધુ થયા કરે છે. માણસો લાખો કમાય છે, કરોડો કમાય છે, પછી તેમને દાન કરવાની ઈચ્છા થાય છે. દરેક સ્વસ્થ વ્યક્તિને લેવાની ઇચ્છાની જેમ જ આપવાની કરે છે. મહાવીર અને બુદ્ધ રાજાઓને ત્યાં જન્મ્યા હતા. એમણે સંપત્તિનો, સત્તાનો ત્યાગ કર્યો અને અકિંચન બની ગયા. સંઘરવાની ઇચ્છાનો પણ ત્યાગ કરી દીધો. સંગ્રહ કરવાની વૃત્તિનો પણ ત્યાગ કરી દીધો. બોધ માખો, જ્ઞાન આપ્યું, લેવાની કશીજ ઇચ્છા વિના માત્ર આપવાનું જ કામ કર્યું. આપવાની ઉચ્ચતમ કક્ષા પ્રાપ્ત કરી. સામાન્ય માણસ એટલી ઊંચાઈને આંબી શક્તો નથી પરંતુ આપવાનો આનંદ તો અવારનવાર તે માણી જ શકે છે. પોતાના પ્રિય શિષ્યને વિદ્યા આપી રહેલા શિક્ષકના ચહેરા પર કેવો વિશિષ્ટ આનંદ જોવા મળે છે! બીમાર શિક્ષક પોતાની બીમારી પણ એ