________________ પ૦ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ એક બાજુ કાંદ્રષ્ટા આચાર્યશ્રીએ સમાજની આર્થિક અને માનસિક ગરીબી ફેડવાની પ્રેરણા આપી તો બીજી બાજુ નાના નાના વાદવિવાદ અને મતાંતરમાં ગૂંચવાયેલા સમાજને એકતાનો સંદેશો આપ્યો. પંખી અને માનવીમાં ભેદ એટલો છે કે પંખી નીચે લડે, પણ ઊંચે જાય તો કદી ન લડે. જ્યારે માનવી થોડો ‘ઊંચો’ જાય કે લડવાનું શરૂ થાય. શ્રી સંઘની એકતા માટે એમણે ‘સવિ જીવ કરૂં શાસન રસિં'ની ભાવના વ્યક્ત કરી. આસપાસ ચાલતા ઝઘડા, મતમતાંતરો, એકબીજાને હલકા દેખાડવાની વૃત્તિ- આ બધાથી તેઓ ઘણા વ્યથિત હતા. મુંબઈના ચાતુર્માસ દરમિયાન એમણે કહ્યું, “તમે બધા જાણો છો કે આજકાલનો જમાનો જુદો છે, લોકો એકતા ચાહે છે. પોતાના હકોને માટે પ્રયત્ન કરે છે. હિંદુ-મુસલમાન એક થઈ રહ્યા છે. અંગ્રેજ, પારસી, હિંદુ અને મુસલમાન બધા એક જ ધ્યેય માટે સંગઠિત થઈ રહ્યા છે. આ રીતે દુનિયા તો આગળ વધી રહી છે. ખેદની સાથે કહેવું પડે છે કે આવા સમયમાં પણ કેટલાક વિચિત્ર સ્વભાવના મનુષ્યો - આપણા જ ભાઈઓ દસ કદમ પાછળ હઠવાનો પ્રયત્ન કરે છે. આજે તો બધાએ એક થઈ કોઈ સમાજ, ધર્મ અને રાષ્ટ્રના કલ્યાણનું કાર્ય કરવું જોઈએ.” સમાજની એકતા માટે તેઓએ જીવનભર પ્રયાસ કર્યો. એમને સમાજ એટલે કોઈ સાંપ્રદાયિકતાના સીમાડામાં બંધાયેલો સમાજ નહોતો. સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠે એ જ સંત. એમણે ગુરુદ્વારામાં ઉપદેશ આપ્યો હતો તેમજ જીર્ણોદ્ધાર માટે આર્થિક સહાયની પ્રેરણા પણ આપી હતી. મેઘવાળો માટે સૂવાનો ખંડ એમના ઉપદેશથી તૈયાર થયો હતો. પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતોને સહાય કરવાની એમણે જેનોને અપીલ કરી હતી. ગામમાં મુસલમાનોને મસ્જિદમાં જવા-આવવાની મુશ્કેલી પડતી હતી. એને માટે રસ્તાની જમીન આપવાની શ્રાવકો ના પાડતા હતા. આચાર્યશ્રીને મુસલમાનોએ વિનંતી કરી ત્યારે આચાર્યશ્રીએ વ્યાખ્યાનમાં શ્રાવકોને પૂછયું “આ મસ્જિદમાં મુસલમાનો શું કરે છે?' અગ્રણી શ્રાવકે કહ્યું, “સાહેબ! તેઓ ખુદાની બંદગી કરે છે.” આચાર્યશ્રીએ વળતો સવાલ કર્યો, “તમે મંદિરમાં શું કરો છો?”