________________ 16 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ મત ગ્રાહ્ય થતો ન હોય તો મનુષ્યની બુદ્ધિને સત્યનું ભાન એકાન્તવિચારપદ્ધતિથી નહિ થાય, પણ અનેક “અન્તો'થી વિચાર કરવાથી થશે એમ સ્વીકારવું પ્રાપ્ત થાય છે. આના ઉપર એમ આક્ષેપ પણ આવે કે આમ અનેક મતોનો સરવાળો કરવાથી શું સત્ય સમજાશે? અને શું અનેકાન્ત મત કેવળ જુદા જુદા મતોનો સરવાળો છે? આના જવાબમાં એમ કહી શકાય કે પ્રથમ તો દરેક મત જે રજૂ થાય છે તે શક્ય તેટલી ઉપપત્તિથી રજૂ થયો હોય ત્યારે જ આદર યોગ્ય થાય છે. એટલે કે પોતાના અન્ત’ પૂરતી તેની રજૂઆત પ્રમાણપપન્ન હોવી જોઈએ; અને બીજું એમ કહી શકાય કે જે મતો પરસ્પર વિરુદ્ધ દેખાય છે તેમનો વિરોધપરિહાર શક્ય છે; કારણ કે વિરોધમાં જે “સહ-અનવસ્થાન” માની લેવામાં આવે છે તે વધારે ઊંડું થતાં દૂર થાય છે; અને સતનું સ્વરૂપ જ “અનેકાન્તાત્મક' માનવું પ્રાપ્ત થાય છે. “સ”નું જે નિશ્ચિતરૂપે દર્શન થાય છે અને જે “અવક્તવ્ય” રહે છે તે બુદ્ધિ અને વાણીના વ્યવહારમાં અનેકાન્તરૂપે સ્વીકારવાથી જ તત્ત્વજિજ્ઞાસાનો વિવિધ રીતે પરિણામ પામતો પરિપાક ઘટે છે. અર્થાત્ વિવિધ વિચારકોની સત્યશોધક બુદ્ધિને એ નિષ્પન્ન કરેલા પદાર્થોનું તે તે “અન્ત' સુધીનું સત્ય જો સ્વીકારવાની બુદ્ધિને ફરજ પડતી હોય અને તેનો ત્યાગ કરવામાં બુદ્ધિના પોતાના સ્વરૂપનો આઘાત થતો હોય તો બુદ્ધિને અનેકાન્તાત્મક સતું' સુધી પહોંચવાની ફરજ પડે છે. અને એક વાર એવો સ્વીકાર થઈ જાય એટલે તે સ્વીકારને સંગત રહીને જ બુદ્ધિનો 'પ્રામાણિક વ્યવહાર” ચાલે છે; અને એ વ્યવહાર તદનુકૂલ ‘વર્તન વ્યવહાર’ પણ ઘડી આપે છે. આ રીતે પરસ્પરાશ્રયના દોષનો પરિહાર કરી એમ કહેવાય કે અનેકાન્ત મત સત્યના અનેકાન્તાત્મક સ્વરૂપ ઉપર અવલંબતો સિદ્ધ થાય છે. આ ઉપરથી એમ ફલિત થાય કે અનેકાન મત એ મતોનો સરવાળો નથી પણ અનુભવોની પ્રતીત થતી વિવિધ પ્રામાણિકતામાં અન્તર્ગત અનેકાન્તાત્મકરૂપ સતુને પ્રકટ કરી તેની સાથે સંગતિ શોધતો વાદ છે. અનેકાન્તવાદનું આ તાત્વિક સ્વરૂપ દર્શનોની શાસ્ત્રીય ચર્ચામાં જૈન દર્શનના પ્રત્યાઘાતમાંથી ક્રમે ક્રમે વ્યક્ત થતું દેખાશે. આનો સળંગ ઇતિહાસ શોધવામાં આવે તો ભારતીય દર્શનોમાં તત્ત્વજિજ્ઞાસા કેવી રીતે પ્રવર્તમાન