________________ 15 અનેકાન્તવાદનું સ્વરૂપ તાત્ત્વિક સંગતિથી તપાસવામાં આવે તો જણાશે કે તેમાં જે નવા પદાર્થો અને નવો પરિષ્કાર આવતો દેખાય છે તે ઇતર દર્શનો જે જે પદાર્થો અને પદ્ધતિઓ ઉત્પન્ન કરતાં હતાં તેના ઊહાપોહમાંથી નિષ્પન્ન થતો માલુમ પડશે, અને એ જ રીતે પ્રત્યેક દર્શનનો અભ્યાસ કરવામાં આવે તો તેમાં જૈન અને બીજાં દર્શનોનું દબાણ દેખાશે. (2) પ્રથમ વિચારે “આમ પણ હોય અને આમ પણ હોય' એવા મતમાં વિચારની કાયરતા દેખાય છે. સંશયથી પ્રેરાતો વિચાર નિર્ણય માગે છે તેને આવો જવાબ આપવો એમાં વિચારની વ્યર્થતા છે, કારણ કે પોતે સંશયમાં જ રહે છે. એટલે ‘સાદ્વાદ' એ કશું નિશ્ચિત જ્ઞાન આપતો નથી, સંશયને જ રૂપાન્તર આપ્યા કરે છે એવો પ્રથમ આક્ષેપ આ મત ઉપર આવે અને બીજાં દર્શનોએ આ રીતે ખણ્ડન કરવા પ્રયત્ન કર્યો છે એ દાર્શનિકો જાણે છે. આના જવાબમાં પ્રથમ તો એમ કહેવું જ પડે કે આ મત સંશયકોટિન નથી પણ નિશ્ચયકોટિનો છે; આમાં સત્યનું અસત્ય સાથે સમાધાન કરવાનો ઉદ્દેશ નથી પાણ સત્યની આકાંક્ષા જ આમ કહેવાની ફરજ પાડે છે; આ વિધાનનું સમર્થન કરવા પોતાના યુગકાળમાં ચાલ્યા આવતા સત્યનો દાવો કરતા મતોની સમાલોચના કરવાની પ્રાપ્ત થાય છે. આ સમાલોચનામાંથી બે પરિણામ આવે છે - (1) દર્શનો એકબીજાનું જે “યુક્તિઓથી ખણ્ડન કરે છે તે ખણ્ડનાત્મક યુક્તિઓ ઉપર જ ધ્યાન આપવામાં આવે તો બધાં દર્શનો ખોટાં છે . કોઈ દર્શનને સત્ય મળ્યું નથી એવો અભિપ્રાય થાય છે; (2) અથવા દર્શનો પોતે કઈ ઉપપત્તિઓથી પોતાના મત ઘટાવે છે તે મચ્છનાત્મક ઉપપત્તિઓ ઉપર ધ્યાન આપવામાં આવે તો દરેક મત ક્યાં સુધી સાચો છે તેનું ભાન થાય છે, અને ક્યાંથી આગળ જતાં ખણ્ડન યુક્તિને પાત્ર બને છે તે વિષે વિચાર કરવામાં આવે તો સત્યશોધક મતની મર્યાદા સમજાય છે; અને એ મર્યાદાનું ભાન એમ ફલિત કરાવે છે કે તેનાથી આગળ જવામાં સત્યનું ખણ્ડન થાય છે. એટલે મનુષ્યની બુદ્ધિને ગોચર એવું સત્ય કોઈ એકાન્તમાંથી મળતું નથી એવો અભિપ્રાય થાય છે; અને સત્ય મળતું જ નથી એવો તત્ત્વોપપ્લવકારનો