________________ 14 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 3. અનેકાdવાનું સ્વરૂપ - રસિકલાલ છોટાલાલ પરીખ જૈન દર્શનનું અપરનામ જૈન આચાય અનેકાન્ત દર્શન કહે છે; આ અપરનામ શાસ્ત્રીય વ્યવસ્થામાંથી નિષ્પન્ન થયું હોય એમ લાગે છે. શ્રમણ ભગવાન મહાવીરે જે અનેક પદાર્થોનો ઉપદેશ કર્યો તેનું અંતિમ તાત્પર્ય મોક્ષમાં છે એ ગૃહીત કરીને જ આગળ ચાલીએ-વર્તમાન યુગની વ્યવહારવ્યગ્રતા આપણને આ ધ્યેયને સંતાડવા ગમે તેટલું લલચાવે છતાં ઉમાસ્વાતિનું સૂત્ર સાવિનરાત્રિમાં મોક્ષમા સ્મરી એ ગૃહીત કરવું જ જોઈએ - તો પ્રશ્ન એમ થાય કે આ ‘સિયા” કે “સાનો પદાર્થ એટલું બધું મહત્ત્વ શાથી પામ્યો કે તે લગભગ જૈન દર્શનનું અપર નામ થઈ ગયો? આ પ્રશ્નનો ઐતિહાસિક અને તાત્ત્વિક દષ્ટિએ વિચાર કરવા જેવો છે. જૈન દર્શનને આપણે જે બીજાં ભારતીય દર્શનોથી અલગ રાખીને આ પ્રશ્નનો વિચાર કરીશું તો ખુલાસો મળવો અશક્ય છે એમ મને લાગે છે, કારણ કે તાત્વિક દષ્ટિએ આવું “અલગપણું અસંભવિત છે, અને ઇતિહાસ આપણને પૂરાવો આપે છે કે જૈન દર્શન એમ અલગ રહ્યું નથી; રહ્યું હોત તો એની દર્શનસમૃદ્ધિ કંગાલ દેખાત-કદાપિ અનેકાન્ત નામ ધારણ કરવાનું પણ ન બનત! આગમોથી પ્રારંભ કરી દિગમ્બર અને શ્વેતામ્બર આચાર્યોની-યશોવિજયજી સુધીનાની-કૃતિઓમાંથી “અનેકાન્ત'નો વિષય તારવી તેને ઇતિહાસનો ક્રમ આપી