________________ સાર્વજનિક સંસ્થાઓ અને તેની કાર્યવાહી 135 જઈએ તો રૂઢિચુસ્તોનો અથવા પરંપરાવાદીઓનો સામનો કરવો પડે છે. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેની ખાઈ પૂરવામાં આવી બાબતમાં અત્યંત કુનેહથી કામ લેવું પડતું હોય છે. ધાર્મિક અને અન્ય સામાજિક, ધર્માદા સંસ્થાઓ કે ટ્રસ્ટો પાસે સ્થાવર-જંગમ માલમિલકત પણ અઢળક હોય છે. એને સાચવવાની જવાબદારી, તે સમયે ઘડાયેલ બંધારણ મુજબ તેનો વહીવટ કરવાનું કાર્ય અને વધતી જતી મૂડીનું વર્તમાન કાયદાકાનૂનમાં રહીને રોકાણ કરવાની નૈતિક ફરજ-આ બધાનું પાલન કરવાની કપરી કસોટીમાંથી આવી સંસ્થાઓએ પસાર થવું પડે છે. એમાં પણ ખાસ કરીને મૂડીનું રોકાણ કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી પડતી હોય છે કે તેમાંથી વધુમાં વધુ વળતર મળી રહે અને વધારાની આવકનો ઉપયોગ સંસ્થાના જ હિતમાં થાય, સંસ્થાના ઉદ્દેશો સાથે સુસંગત હોય તે રીતે થાય અને વધુમાં વધુ લોકોને તેનો લાભ મળે તે પ્રમાણેનું આયોજન થાય. આવું કરવામાં સંસ્થાએ જે ખર્ચ કરવો પડે તેમાં પાગ શક્ય તેટલી કરકસર કરવી જોઈએ જેથી પ્રાપ્ત આવકમાંથી ખર્ચ બાદ કરતાં બને તેટલો વધારો રહે અને સંસ્થાની સાર્વજનિક પ્રવૃત્તિમાં તેનો સદવ્યય થાય. જો ઉપરોક્ત વાતને સાદી અને સરળ ભાષામાં મારે કહેવી હોય તો કહું કે સાર્વજનિક સંસ્થાઓનો કારભાર ધંધાકીય રીતે ચલાવવો જોઈએ એટલે કે આપણે જેમ આપણા ધંધા, વ્યાપાર કે ઉદ્યોગ ચલાવતા હોઈએ ત્યારે તેને ઉત્તમ રીતે ચલાવેલો ત્યારે જ કહી શકાય કે જ્યારે કર્મચારીઓના પગાર અને તેમનાં અન્ય હિતો જાળવીને તથા ગ્રાહકોનો પણ સદભાવ જીતીને આપણી મૂડીનું આપણે સારામાં સારું વળતર મેળવી શકીએ. અથવા જાહેર લિમિટેડ કંપનીના શેરહોલ્ડરોને વધારેમાં વધારે લાભ આપી શકીએ. તેવી જ રીતે સાર્વજનિક સંસ્થાઓનું સંચાલન થાય એ અત્યંત આવશ્યક છે પણ સંસ્થાઓમાં ત્યારે આ બધું શક્ય બને કે જ્યારે તેના કાર્યકરો સેવાભાવી, નિ:સ્વાર્થ, કાર્યદક્ષ અને સક્રિય હોય તથા સંસ્થાના ઉદેશોને ધ્યાનમાં રાખીને જ કાર્યરત રહેતા હોય. એક અત્યંત મહત્વની વાત એ છે કે આવી જાહેર સાર્વજનિક સંસ્થા સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ, હોદેદારો કે સમિતિ સભ્યોએ પોતપોતાના વ્યવસાયમાંથી સમય કાઢવો જોઈએ. માત્ર નામને વાસ્તે જ આવી સંસ્થામાં રહેનાર નિષ્ક્રિય કાર્યકરે સ્વેચ્છાએ પદત્યાગ કરી કોઈ સક્રિય વ્યક્તિ માટે માર્ગ મોકળો કરી આપવી જોઈએ. વળી