________________ અમૃત મહોત્સવ સ્મૃતિ વાંક ગૂચવે છે. લૌકિક જીવનની આવી માનસિકતામાંથી છુટકારો એટલે મોક્ષ. કાવ્યને પ્રારંભે મુખ્ય પ્રાપ્ય અને અહીં તમે પણ કહીને કવિ સમ્યકત્વનો મહિમા સૂચિત કરે છે. “તત્વાર્થસૂત્ર”ને પ્રારંભે કહ્યું છે. તેમ સમ્યક્ ટર્શનજ્ઞાનવૃત્રિાનિ મોક્ષ: | સમ્યફ શ્રદ્ધા, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચરિત્ર આ છે ટૂંકો મોક્ષમાર્ગ. આ એક જ શબ્દ “ભક્તામર સ્તોત્ર'ને જૈન અધ્યાત્મના અંતરાત્મા સાથે જોડી દે છે. 24-25-26 શ્લોકોમાં કવિષ્ટિની વિસ્તૃત ક્ષિતિજો અને હૃદયનો ઊછળતો આનંદ બન્નેનો અનુભવ થાય છે. કવિ આદિનાથને કેવાં કેવાં સંબોધનોથી યાદ કરે છે? અવિનાશી, અચિન્ત, ગુણધારક, બ્રહ્મસ્વરૂપ, અનન્ત, કામવિનાશક, યોગીશ્વર એવા પ્રભુને વર્ણવતા કવિની વહેતી વાણી ગીતાના ૧૧મા અધ્યાયમાં વિશ્વરૂપદર્શને અર્જુનની તથા કવિ પુષ્પદન્તરચિત “શિવમહિમ્નસ્તોત્ર'ના 26 તથા ર૯ લોકોની અસ્મલિત, ઊછળતી કવિવાણીની સ્મૃતિ તાજી કરે છે. અખિલ બ્રહ્માંડમાં એક જ પરમતત્વને જોતાં કવિને મન શંકર, બ્રહ્મા, પુરુષોત્તમ કે બુધ એ સર્વ નામરૂપ ભેદ વિલીન થઈ ગયા છે. કવિ, કહે છે, જ્ઞાનરૂપ બુદ્ધિને કારણે હે પ્રભુ! આપ બુદ્ધ છો, ત્રિલોકના કલ્યાણકર્તા હોવાથી આપ બ્રહ્મ છો, સંપૂર્ણ હોવાથી આ૫ પુરુષોત્તમ છો. જૈન દર્શનનો અનેકાંતવાદ અહીં જણાય છે. આવા પ્રભુને નમસ્કાર કરતી કવિતા પુષ્પમાલિકાની જેમ સારી રહે છે. तुभ्यं नमः त्रिभुवनार्तिहराय नाथ। तुभ्यं नम: क्षितितलामल भूषणाय। तुभ्यं नमः त्रिजगतः परमेश्वराय। तुभ्यं नमः जिन। भवोदधिशोषणाय॥ ત્રણ ભુવનના દુ:ખહર્તા, પૃથ્વીલોકના પરમ આભૂષણ રૂપ એવા પ્રભુને મારા નમસ્કાર હો! આ પંક્તિનું ચોથું ચરણ કેવું મોતીસમું છે? સંસારસાગરને શોષી લેનારા પ્રભુ જિનેન્દ્રને મારા નમસ્કાર હો. કવિએ આદિનાથને સંસારસાગરને શોષી લેનાર કહ્યા છે તેમાં ઘણું ઔચિત્ય છે. સંસારની આસક્તિઓ પાણીના જેવી જ પ્રવાહી; તરલ અપ્તરંગી; સહેજમાં બાષ્પ થઈ જાય એવી છતાં એની તરસ કેવી તીવ્ર? હે પ્રભુ! આપની કૃપાથી મારી સર્વ સંકુચિત આસક્તિઓ સુકાઈ જશે; સંસારની તૃષ્ણાઓ શોષાઈ જશે.