________________ અપૂર્વ મંગલમાલા 63 ભક્તામર સ્તોત્ર” ના 28 થી 35 સુધીના શ્લોકોમાં કેવળજ્ઞાન પ્રગટયા પછીના તીર્થકર ભગવાનના અષ્ટમહાપ્રાતિહાર્યોને કવિ વર્ણવે છે. એક એક શબ્દચિત્રમાં એક એક પ્રાતિહાર્યની વિગત ઉપરાંત કવિ તે સર્વની વૈચારિક ભૂમિકાને સુન્દર અલંકારો દ્વારા સંકેતિત કરે છે. કેટલાંક ચિત્રો જોઈએ. અશોક વૃક્ષ નીચે બેઠેલા આપના દેહમાંથી પ્રગટતાં તેજકિરણો ઊંચે જાય છે અને પેલા નીલરંગી અશોકપત્રો આ તેજકિરણોના પ્રભાવથકી હજુરંગી બની જાય છે, એમનો નીલરંગ ઝાંખો થતો જાય છે. આદિનાથના સંપર્કથી ભારેકમી જીવ હળુકર્મી બનતો જાય છે. ઉદયાચલ પર્વતના શિખરે સુહાતા સૂર્યબિંબની જેમ આપ મણિમય સિંહાસને શોભી રહ્યા છો. ઉપરથી પડતાં, વહેતાં ઝરણાંઓ વડે જેમ મેરુપર્વત શોભે છે તેમ મોગરાના પુષ્પસમા શ્વેત ચામરો થકી આપ શોભો છો. ચોવીસ દેવો આપની પથુપાસના કરે છે છતાં હે પ્રભુ! આપ તો ગિરિશિખરની જેમ અચલ જ રહો છો. આદિનાથની ઉદાત્ત, મધુર અને સૌમ્ય વાણીને વર્ણવતાં કવિની વાણી પણ મધુરમંજુલ બની જાય છે. मन्दारसुन्दरनमेरु सुपारिजात। सन्तानकादि कुसुमोत्कर वृष्टिरुद्धा / गन्धोदबिन्दु शुभमन्य मरुत्प्रपाता। दिव्यादिवः पतति ते वचसां तितिर्वा // હે પ્રભુ! સુગંધિત જળબિન્દુઓ અને શુભ, મન્દ સમીરની હેરખીઓ સાથે આકાશમાંથી મંદાર, નમેરુ, પારિજાત આદિ સ્વર્ગીય પુષ્પોની આપના ઉપર વૃષ્ટિ થઈ રહી છે. આ પુષ્પવર્ષા આપનાં વચનોની દિવ્ય ધારા જેવી લાગે છે. આકાશમાંથી વરસતી પુષ્પવૃષ્ટિનું કેવું આહલાદક ચિત્ર, કેવી મનોહારી કલ્પના અને કેવી સુકુમાર ભાષા! કવિ પુષ્પોને પ્રભુની વાણી સાથે મૂકીને કાવ્યને ધન્ય બનાવી દે છે. કવિ કહે છે, હે પ્રભુ! આપના મસ્તક પાછળનું તેજવર્તુળ સૂર્ય કરતાં તેજસ્વી અને પૂર્ણ ચન્દ્ર કરતાંય શીતળ છે. એમાં સૂર્યનું તેજ છે પણ ઉગતા કે ઉગ્રતા નથી, ચન્દ્રની શીતળતા છે પણ એની ઝાંખપ નથી. આદિનાથનાં ચરણોની શોભા તો કોઈ અનેરી જ છે. કવિ કહે છે, આપના ચરણનખનું તેજ સુવર્ણકમળસમૂહના તેજ જેવું સૌમ્ય સુન્દર