________________ 64 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ છે. આપનાં પગલે પગલે દિવ્યકમળો રચાતાં જાય છે. पादौ पदानि तव यत्र जिनेन्द्र धत्तः। पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति। હે પ્રભુ! જ્યારે આપ જીવોનાં દુઃખ દૂર કરવા ધરતી ઉપર વિચરણ કરો છો ત્યારે આપના ચરણસ્પર્શથી ધરતી પુલકિત બની જાય છે. આપ માનવકલ્યાણ અર્થે વિહાર કરો છો ત્યારે આપને માટે સર્વકાંઈ શાન્તાનુકુલ બની રહે છે. ઉત્તરાધ્યયન” નોંધે છે તેમ ભગવાન મહાવીરે ક્રોધ, માન, માયા માયાને સરળતાથી અને લોભને સંતોષથી જીતવાને કહ્યું છે. “ભક્તામર સ્તોત્ર” ને 38 થી 46 સુધીના શ્લોકોમાં કવિ આ વિચારને કવિતાની રૂપક-પ્રતીકની શૈલીમાં એક એક શબ્દચિત્ર દ્વારા મૂર્તરૂપ આપે છે. આત્માના ચારે કષાયો, ભવબનો, શારીરિક કષ્ટો માનવીને કેવો વ્યાકુલ બનાવી દે છે અને પ્રભુનામ સ્મરણથી એ સર્વ સંતાપોમાંથી માનવી કેવી રીતે મુક્ત બની શકે છે તે વાતને કવિ અહીં રજૂ કરે છે. પહેલું ચિત્ર જુઓ. કપાળેથી ઝરતા મદથી ખરડાયેલો અને આજુબાજુ ગુંજારવ કરતા ભમરાઓથી ગુસ્સે થયેલો હાથી સામેથી ધસી આવી રહ્યો છે. પ્રભુને આશરે રહેનારાનો વાળ પણ વાંકો થવાનો નથી. હાથી એટલે માન, ગૌરવ અને પ્રતિષ્ઠાનું મોટાઈ અને મિથ્યાભિમાનનું પ્રતીક. આપણે કેવાકેવા અહજનિત ખોટા ખ્યાલોમાં પૂર્વગ્રહોમાં આપણું અને આપણાનું અહિત કરતા હોઈએ છીએ? પ્રભુની કૃપાથી આપણું અહમ્ અને તજજન્ય અવિનય દૂર થાય છે. હવે બીજું ચિત્ર. સ્થાનક સિંહે તરાપ મારીને હાથીનું ગણ્ડસ્થલ ચીરી નાખ્યું છે. એમાંથી લોહીભીનાં મોતી ધરતી ઉપર સરી રહ્યાં છે. દદડતા લોહીને જેતાજ સિંહ અત્યંત ક્રોધિત થઈ ગયો છે. પણ, ના. હે પ્રભુ! આપને શરણે રહેલાને આ સિંહ કાંઈ કરી શકવાનો નથી. સત્તા, અબાધિત અધિકાર, ભૌતિક તાકાત અને ભીષણ કોધનું પ્રતીક છે સિંહ. પાશવી શક્તિ, તોફાની સત્તા અને એમાં મળે અમર્યાદ ગુસ્સો. કેવાં ખરાબ પરિણામો આવે? પ્રભુની જેના ઉપર કૃપા હોય તેનો ક્રોધ શમી જાય છે. હવે ત્રીજું ચિત્ર સર્જાય છે. ચારે બાજુ પ્રલયકાળના ઉચ્ચ અગ્નિ જેવો, જવાળાઓ ઓકતો