________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 305 થયું છે કે આપણે માણસ છીએ કે વાસણ? વાસણ ઘસાય તો ઊજળાં થાય. આપણે ઘસાઈએ તો છોલાઈએ - લાલ થઈએ અને સૂજીએ. આથી "સત્યમેવ જયતે' જેવું આ સુવાક્ય માત્ર બીજાઓને સંદેશો પાઠવવા માટે સારું છે. પણ કોઈનું ય કામ કરવાની નહિ, પણ ફરવાની વૃત્તિ કેળવવી એ મારી વધુ પ્રિય વૃત્તિ - પ્રવૃત્તિ. ફરવું' એ શબ્દ પણ મને પ્રિય છે કેમ કે એનો માત્ર એક જ અર્થ નથી. ફરવું' એટલે લટાર મારવી. એક રાત્રે લટાર મારવા નીકળેલો તારે એક મિત્ર એમના રૂમની લાઈટ બંધ કરવાની ભૂલી ગયા હશે એટલે મેં બૂમ પાડીને પૂછયું 'પંડિત ઊંઘી ગયા છો કે?' આવી બે ત્રણ બૂમ પછી એ ઊઠયા - અને પૂછ્યું “શું છે?' . મેં કહ્યું કશું નહિ. અમસ્તું જ પૂછયું. લાઈટ ચાલુ હતીને એટલે. કેમ, ઊંઘી ગયા હતા?' આમ ફરીથી આ પ્રશ્ન પૂછતાં છેડ્યા એટલે પંડિત છંછેડાયા. એટલે ત્યાંથી હું પાછો ફરી ગયો! બહેરા માણસને ‘તમને સંભળાતું નથી?' એમ પૂછવું અને ઊંઘતા માણસને ‘ઊંધો છો કે?' એ પૂછવું એમ એ બંને પ્રશ્નો નિરર્થક છે. છતાં એ નિરર્થકતા - વ્યર્થતા કેટલી બધી ઉપકારક છે? કોઈને પણ ન સમજાય એવું લખવું એ “આધુનિકતા'નું ગૌરવ પામે છે. સાંભળવાથી વધુ ગૂંચવાડો થાય અને તેને ગૂઢવાણી' ગણી લેવાથી આપણે તત્ત્વજ્ઞ” બની જઈએ છીએ. આટલું લખ્યા પછી મને થોડોક તો સંતોષ છે કે જીવનમાં મેં આટલી બધી વ્યર્થ પ્રવૃત્તિઓ કરી એની વ્યર્થતા આટલાથી પણ સિદ્ધ કરી શકાશે!