________________ 304 વ્યર્થ! પ્રયોજાય છે. તો કોઈક અત્યંત વ્યવહારુ વ્યક્તિ કો'કની વિદાય આપવાની વ્યંજના દર્શાવવા પણ ‘પધારો’ ઉપયોગમાં લઈ લે છે. આ રીતે શબ્દના ઘણા જ અર્થો છે અને એને વિવિધ રીતના ઉપયોગથી ઘણું બધું સાધી શકાય છે. પણ મને શબ્દો વધુ ગમે છે એનું કારણ એમાંનું એક પણ નથી. હું જ્યારે ઘણા જ શબ્દોના અનર્થ કરીને વ્યર્થતાનો અનુભવ કરું છું ત્યારે મને એ વધારે ગમે છે. કેટલાક શબ્દોના અર્થમાં કેટલી બધી શક્તિ રહેલી છે ! એ મારી અશક્તિને પણ શક્તિના રૂપમાં દર્શાવી શકે છે. મારે માટે શબ્દોના અનર્થ જ વિશિષ્ટ અર્થ છે એટલે કે “વ્યર્થ છે. વ્યર્થનો અર્થ ‘નકામું ભલે ગણાય. પણ એવા અર્થનો મેં જાણી જોઈને' - એટલે કે જાણ્યા પછી જોઈને -ત્યાગ કર્યો છે. જાણી જોઈને’ શબ્દ પણ મને આવા જ અર્થમાં ગમે છે. સાધારણ રીતે આપણે પહેલાં કશું પણ જોઈએ છીએ, મતલબ કે આપણને કશું પણ દેખાય છે, ત્યારપછી એને જાણી શકીએ છીએ. પણ જ્યારે જોયા વિના જ જાણી લેવાની સિદ્ધિ આ શબ્દ ‘જાણીજોઈને'માં હોવાથી મને એ વધારે ગમે છે. વ્યર્થ' શબ્દના આવા કોશ-અર્થના ત્યાગને લીધે જ એનો ‘વિશિષ્ટ અર્થના અર્થમાં સ્વીકારવાથી અનર્થ થાય છે તો પણ મને ગમે છે. વળી, “અનર્થ' શબ્દને પણ ખોટા અર્થમાં ન સમજતાં, છુપાયેલા અર્થ' તરીકે પૂરેપૂરું સમજાઈ જાય છે. શબ્દના અનર્થની આવી વ્યર્થ શક્તિનો અનુભવ મેં નરસિંહ મહેતાથી નિરંજન ભગત સુધીના કવિઓની રચનાઓ દ્વારા કર્યો છે. હું ભણતો ત્યારે તથા ભણાવવાનો વેષ ભજવતો ત્યારે કવિને એમની કવિતામાં કયો અર્થ અભિપ્રેત છે એવો પ્રશ્ન ઊભો થવા દેતો જ નહિ. પ્રશ્ન તથા હું બન્ને સૂતા જ રહીએ ને પડ્યા જ રહીએ એવા અનર્થનો જ આશ્રય હું લેતો. સાધુપુરુષે મોડે સુધી સૂવું નહિ; એવું કહેનાર નરસિંહના ભજન મને ક્યારેય વહેલા ન ઊઠવા માટે વસવસો થવા દીધો નથી, કેમ કે હું ક્યારેય સાધુપુરુષ નથી અને થવાનો પણ નથી એની મેં ખાતરી કરી છે અને કાળજી રાખી છે. હું અહીં ક્યાં કોઈનું યે કામ કરવા આવ્યો છું? હું તો બસ ફરવા આવ્યો છું; એવી નિરંજન ભગતની રચનાની પંક્તિએ મને ખ્યાલ કરી દીધો. બીજા માટે ઘસાઈને ઊજળા થાઓ.” એવું રવિશંકર મહારાજનું સુવાક્ય જ્યારે જ્યારે વાંચ્યું છે ત્યારે એમ જ