________________ 21 જૈન આગમ સાહિત્ય : એક ઝલક થઈ હોવાનો સંભવ છે. મહાવીર નિર્વાણના આશરે 900 વર્ષ પછી (ઈ.સ. 453-466) વલભીમાં આચાર્ય દેવર્ધિગણિની નિશ્રામાં એક સંમેલન યોજાયું અને એમાં મૌખિક પરંપરામાં સચવાઈ રહેલ આ આગમ સાહિત્યને લેખિત સ્વરૂપ અપાયું. જર્મન વિદ્વાન ડૉ. યાકોબીના મત મુજબ વલભીમાં આગમોનો લેખનકાળ ઈ.સ. 453 નો છે. શ્વેતામ્બર પરંપરામાં કુલ્લે 45 આગમો માન્ય છે. પરંતુ એની સ્થાનકવાસી પરંપરામાં માન્ય આગમોની સંખ્યા ૩ર ગણાય છે. દિગમ્બર પરંપરાને આ સૂત્રો (પિસ્તાલીસ આગમ) આગમ ગ્રંથો તરીકે માન્ય જ નથી. દિગમ્બર પરંપરા આજથી બે હજાર વર્ષો પૂર્વે દક્ષિણ ભારતમાં થઈ ગયેલ આચાર્યશ્રી કુંદકુંદાચાર્ય શ્રી રચિત સૂત્રોને સશસ્ત્ર તરીકે સ્વીકારે છે, જેમાં પંચપરમાગમ તરીકે ઓળખાતા નીચે મુજબના પાંચ ગ્રંથો પ્રસિદ્ધ છે. (1) સમયસાર (4) નિયમસાર (2) પ્રવચનસાર (5) અષ્ટપાહુડી (3) પંચાસ્તિકાય જૈન શ્વેતામ્બર પરંપરામાં માન્ય 45 આગમોની સંક્ષિપ્ત વિગતો નીચે મુજબ છે. (1) અગિયાર અંગસૂત્રો: અંગસૂત્રો કુલ 12 હતાં. પરંતુ ૧૨મું અંગદષ્ટિવાદ વિચ્છેદ પામેલ હોવાથી વર્તમાનકાળે અગિયાર અંગસૂત્રો વિદ્યમાન છે. (1) આચારાંગ (7) ઉપાસકદશાંગ (2) સૂત્રકૃતાંગ (8) અંતકૃદશાંગ (3) સ્થાનાંગ (9) અનુત્તરીયપાતિક દશાંગ (4) સમવાયાંગ (10) પ્રશ્ન વ્યાકરણ (5) વ્યાખ્યા, પ્રજ્ઞપ્તિ (11) વિપાકશ્રુતાંગ (6) જ્ઞાતાધર્મકથાગ