________________ 186 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ 24. વિધાર્થીકાળનું મહત્ત્વ તથા શક્યતાઓ - હર્ષિદા રામુ પંડિત આપણા દેશની સંસ્કૃતિ મુજબ જીવનને ચાર આશ્રમોમાં વહેંચવામાં આવેલું છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. આપણે અહીં માત્ર પહેલા આશ્રમ અંગે ચર્ચા-વિચારણા કરીશું કારણકે મહાવીર જૈન વિદ્યાલય ઘાણા વિશાળ વિધાથી સમુદાયના જીવનના આ તબકકામાં પોતાનો રચનાત્મક ફાળો છેલ્લાં 35 વર્ષોથી આપતું આવ્યું છે. મુંબઇ જેવાં શહેરમાં શિક્ષણની સંસ્થાઓ ઘણીબધી છે. બહારગામથી અહીં ભણવા આવતા જેન વિદ્યાથીઓને રહેવાની સગવડ અહીં મળી રહે તો જ એ એકાગ્ર ચિત્તે ભણી શકે. વાસ્તવિક રીતે જોઈએ તો આ નાનીસૂની સગવડ નથી. એનું મૂલ્ય ત્યાં વસીને પોતાના જીવનનું ઘડતર કરનારો વર્ગ યોગ્ય રીતે આંકતો જ હશે એમ માની લઈએ. જીવનમાં પ્રારંભનાં વર્ષોમાં શિક્ષણ પ્રાપ્ત કરીને જીવનના સંઘર્ષો સામે લડવાની કુશળતા મેળવવાની છે. એનો યોગ્ય ઉપયોગ થતા ખાસ કરીને એ અવસ્થામાં જીવનનાં એયો, દિશા અને મહત્ત્વાકાંક્ષાઓ વિષેનું સ્પષ્ટ ચિત્ર મનમાં કંડારાય તો વિદ્યાર્થીવર્ગ બાકીનું જીવન સુપેરે જીવી શકે છે. આપણે જાણીએ છીએ કે જેટલા વિદ્યાથીઓ શાળા-કૉલેજો અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે એમાંથી 1% સફળતા હાંસલ કરી શકતા નથી. ઘાણાંના સંજોગો કેટલીકવાર પ્રતિકૂળ હોય છે, કેટલાંકની બુદ્ધિશક્તિ મર્યાદિત હોઈ શિક્ષણ અધૂરું છોડતા હોય છે અને જીવનભર આ અધૂરપને મનમાં સંઘરી રાખતા હોય છે. પણ જે વિદ્યાર્થીઓ પોતાના વિષય અને કપરા જીવનસંજોગોનો સામનો કરીને પણ કાર્ય સિદ્ધ કરે છે.