________________ શિક્ષણ અને નૈતિકતા 185 ભાવનાનો સમાવેશ કરવો પડશે. જરૂરિઆતો સીમિત કરવી પડશે. આપણા ઉત્પાદન પ્રમાણેજ ખર્ચ કરવાની જોગવાઈ કરવી પડશે. દરેક ગામડાને સ્વતંત્ર ગ્રામજીવન પ્રત્યે તૈયાર કરવું પડશે. ધર્મને ક્રિયાકાંડોની સીમામાંથી બહાર કાઢી જીવન જીવવાની કળા તરીકે તેનો વિકાસ કરવો પડશે. નાનપણથી જ કોન્વેન્ટ સંસ્કૃતિના સ્થાને ભારતીય સંસ્કારનાં બીજારોપણ કરવાં પડશે. અને પુનઃ જૈન દર્શન અને ભારતીય દર્શનની સમતા, સહિષ્ણુતા, સંતોષ, અપરિગ્રહની ભાવનાનો સમાવેશ કરવો પડશે. આજે હકીકતે પહેલાં કરતાં વધુ ધર્મ અને ધાર્મિક શિક્ષણની જરૂર છે જે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને સુમાર્ગ ચીંધી શકે, વ્યક્તિ-વ્યક્તિઓ રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે જે પૂરી કે દીવાલો ઊભી થઈ છે તેને ટુંકાવી શકે - તોડી શકે. માનવમાં સંવેદનાના સૂર ગુંજે. આજે આ વધુ આવશ્યક છે કે શિક્ષણમાં નૈતિકતા, ધર્મના સિદ્ધાંતો અને આવિષ્કારોનો વિજ્ઞાનના સિદ્ધાંતો સાથે સુભગ સમન્ય કરવામાં આવે. અર્થ અને કામની પૂર્તિ વાસનાથી નહિ પણ ધર્મના આશ્રયે કરવામાં આવે. મને વિશ્વાસ છે કે આ વર્તમાન સ્થિતિ જરૂર સુધરશે. આવતી કાલ સંસ્કારોની હશે, જે શ્રદ્ધાના દીપને જલતો રાખશે. * * *