________________ 184 અમૃત મહોત્સવ સ્મૃતિ છે પરિવારની મર્યાદા પણ તૂટી છે. હું તો સ્પષ્ટ માનું છું કે વર્તમાન શિક્ષણ અને તેનાથી થયેલ શોધો વ્યભિચારને જ જન્મ આપે છે. અને ઉત્તરોત્તર પિતન તરફ ઘસડી જાય છે. આજના શિક્ષણમાં જાણે કે ચાર્વાક પુનઃજીવિત થયો છે. પણ એક શુભચિન્હ પણ પ્રગટ થયું છે અને તે છે સમૃદ્ધ દેશોની ભારતીય દર્શનની સંસ્કૃતિ વિષે સાચી સમજ. આજે પશ્ચિમી સમૃદ્ધ દેશોમાં ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને ધર્મ વિશે અનુરાગ જાગ્યો છે. હિંસા અને માંસાહાર તરફ સૂગ જન્મી છે. પર્યાવરણની ચિંતા થવા લાગી છે. લાખોની સંખ્યામાં યૂરોપ : અમેરિકા દેશોમાં લોકો શાકાહારી અને કૃષ્ણ, રામ, મહાવીર ભકતો બન્યા છે અને બનતા જાય છે. ભૌતિક સુખ શરીર સુખ આપે છે પાગ માનસિક શાંતિ હણે છે તે સત્ય તેઓ સમજ્યા છે. આપણે આશા રાખીએ કે નકલ કરવાથી ટેવાયેલા આપણે પણ પુન: આપણી સંસ્કૃતિને સમજીએ. પુન: આપણે આપણા સંસ્કારોને પો તેવા શિક્ષણનો પુનરુદ્ધાર કરીએ. દિગભ્રમિત યુવાવર્ગને વર્તમાન લૌકિક શિક્ષણની સાથે નૈતિક શિક્ષણ આપીએ. આપણા શિક્ષણની ગોઠવાગી એવી રીતે કરીએ કે જરૂરિયાત પ્રમાણેનું શિક્ષણ આપી શકાય. જે વ્યક્તિ જે કામ માટે યોગ્ય હોય તેને તે આપી તૈયાર કરાય. યુવકોના મનમાંથી ખુરશી અને વહાઈટકોલર જોબનો ખ્યાલ કાઢી નાંખવો પડશે. ભારતના યુવકો વધુ ભારતીય બને તે માટે તેમને ધર્મના ઉત્તમ ઉપદેશો સમજાવવા પડશે, પણ ધર્મને પગ-પાપ કે સ્વર્ગ-નરકની કલ્પના સાથે જોડ્યા વગર તેના સ્વરૂપની આધુનિક વ્યાખ્યા કરવી પડશે. ધર્મને જીવન ને વિકસિત કરનાર, માનવતાનો વિકાસ કરનાર અને સંયમી બનાવનાર સત્ય શોધક તત્વ તરીકે સમજાવવો પડશે. ધર્મ બહારની વસ્તુ નથી. તે લાદી શકાય નહિ. તે તો આચરાગની વસ્તુ છે. ધર્મ કર્તવ્ય છે. ધર્મ માનવ પ્રત્યેની મૈત્રી વધારનાર, પ્રાણી પ્રત્યે દયાભાવ રાખનાર અને સર્વના સુખ માટે સહભાગી બનવાની પ્રેરણા આપનાર છે તે સમજાવવું પડશે. વર્તમાન શિક્ષણને કારણે જન્મેલી સંકુચિતતાને સ્થાને વિશાળ રાષ્ટ્રીયભાવનાનો વિકાસ કરવો પડશે. ધર્મને સમપ્રદાય સમજી જે રક્તપાત થઈ રહ્યો છે તેને રોકી ધર્મનું સાચું સ્વરૂપ શિક્ષણ દ્વારા સમજાવવું પડશે. મનની ઉદારતા વિસ્તારવી પડશે. ભાષા-પ્રદેશના ઝઘડા યોગ્ય શિક્ષણ દ્વારા જ દૂર કરી શકાશે. આ દેશના શિક્ષણમાં પ્રાચીન ભાવના અને વર્તમાનયુગના મનીષી ગાંધીજીની