________________ 198 અમૃત મહોત્સવ સ્મૃતિ માં કે મને અંધારામાં બીક લાગે છે એટલે મારે ચાર વાગે ઉઠવાનું પણ મઢ્યું ને પ્રાર્થનામાં જવાનું પણ મટયું! ચાર પાંચ દિવસ પછી એમજ આરામથી નહાવાનું પતાવી આવતી હતી ત્યાં બાપુ સામેથી આવતા દેખાયા. પાસે જઈ પ્રણામ કર્યા ત્યાં એમણે પૂછયું.” ‘કેમ ચાલે છે?' સરસ! મજા આવે છે!” ‘પણ હજુ પ્રાર્થનામાં નથી આવતી?” આવડા મોટા બાપુને મારે શું કહેવું? ચાર દી'માં નહોતી હું મોટી થઈ કે નહોતું અંધારું ઓછું થયું! પણ બોલાય કેમ? ચૂપ રહી. બાપુએ કહ્યું “જા કપડાં સુકવીને આવ. આપણે જરા ફરીએ.' અરે ! આ તો સોનાનો સૂરજ ઊગ્યો! બાપુ સાથે સવારે નિરાંતે ફરવાનો સમય મેળવવા ભલભલા તડપી રહેતા... એમ સાંભળ્યું હતું. જે પણ હતું. અને એ બાપુ સામે ચાલીને મને કહેતા હતા “આપણે જરા ફરીએ' ! કપડાંના ડૂચા જેમ તેમ દોરી પર ઠાલવી દોડતી જઈ બાપુ સામે ઊભી રહી. બાપુ કહે “ચાલો આજે આશ્રમમાંજ આટા મારીશું' અને બાપુ કાંઈક પૂછતા. અને હું કોણ જાણે શું ને શું બોલ્યા કરતી. એમ આખા આશ્રમમાં અમે ત્રણ ચાર ફેરા ફર્યા. પછી બાપુએ પૂછયું. કેમ? હવે આ આશ્રમના રસ્તા બરાબર જોયા?' ‘જોયા. હવે તો બરાબર જોઈ લીધા!' “એમ?' જી! કહો તો આંખો મીંચી ફરી આવું ‘હા ફરી આવો, હું અહીં ઊભો છે.' અને આંખો મીંચી જરા પણ અંચાઈ કર્યા વિના ગોળ ચકકર લગાવીને બાપુ સામે આવીને ઊભી રહી. મને એમ કે બાપુ પીઠપર ધબ્બો મારી શાબાશી આપશે. પણ બાપુની આંખો નટખટ હતી. મને પૂછયું. “હવે કાલે પ્રાર્થનામાં આવશે ને?' મારી સામે જવાબ જ ક્યાં હતો? આંખો મીંચી ત્યારે અંધારું હતું. અને અંધારામાં પણ હું સડસડાટ ચાલી આવી હતી! વાત આમ નાની પણ જિંદગીમાં કોઈપણ પ્રસંગે મનમાં બીક ના