________________ શિક્ષણક્ષેત્રે સામાજિક સંસ્થાઓની ભૂમિકા 171 આપત્તિમાં આવી પડેલી વ્યક્તિઓને દયાભાવથી પ્રેરાઈને સહાય કરવા દોડી જનારાં સંગઠનો અને વ્યક્તિઓનો તોટો નથી. એ જ રીતે ધાર્મિક વૃત્તિથી ધર્મસ્થાનો અને ધર્મશાળાઓ બાંધવા અને નિભાવવા માટે દાતાઓ સરળતાથી મળી રહે છે. પરંતુ કાયમી ધોરણે ભૂખમરાનો અને રોગચાળાનો ભોગ થઈ પડેલી વ્યકિતઓને તેમાંથી બહાર લાવવા માટેના લાંબા ગાળાના ઉપાયો માટે પ્રયાસો કરી છૂટવાનું આપણને સૂઝતું નથી. સમાજની કોઈ એક સમસ્યા હાથ ધરીને તેના ઉકેલ માટે મથનારાં સંગઠનો અને વ્યક્તિઓ જૂજ છે. આ મુદ્દાની ચર્ચા હું શિક્ષણના સંદર્ભમાં કરીશ. - શિક્ષણને સામાજિક રીતે વધુ ફળદાયી બનાવવા માટે સામાજિક સંગઠનો અને દાતાઓ માટે અનેક ક્ષેત્રો પડેલાં છે. પૂ. મોટા પ્રેરિત હરિ છે આશ્રમે એ દિશામાં અનુકરણીય પહેલ કરી હતી. જ્ઞાનગંગોત્રી જેવી ગ્રંથમાળાઓ તૈયાર કરવા માટે તેમણે દાનો આપ્યાં, સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે પુરસ્કારોની યોજના કરી અને પ્રાથમિક શાળાઓના ઓરડાઓ બાંધવા માટે દાનો આપ્યાં. પરંતુ એ દિશામાં ગુજરાતની અન્ય સંસ્થાઓ આગળ આવી નહિ, તેથી પૂ. મોટાએ દાખવેલી અનુકરણીય પહેલવૃત્તિ અપેક્ષિત પરિણામો આપી શકી નહિ. પરંતુ આનો અર્થ એવો નથી કે તેમણે ચીંધેલી દિશા ખોટી હતી. જૂજ અપવાદોને બાદ કરતાં ગુજરાતમાં સામાજિક પુરુષાર્થ એ દિશામાં આગળ વધ્યો નહિ તેનાં બે કારણો છે. એક, અન્ય ક્ષેત્રોમાં બન્યું છે તેમ શિક્ષણની બાબતમાં પણ વિકાસની સઘળી જવાબદારી રાજ્યને માથે નાખીને સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ નિષ્ક્રિય બની ગઈ છે. પરંતુ સમાજની વિવિધ સમસ્યાઓને ઉકેલવાની રાજ્યની મર્યાદાઓ છેલ્લા ચાર દસકા દરમ્યાન સારી પેઠે ઉપસી આવી છે. રાજ્ય એક શક્તિશાળી સંસ્થા છે, પરંતુ સર્વશક્તિમાન નથી એ સ્વયંસ્પષ્ટ મુદો અનુભવ કરીને સમજાયો છે. તેથી સામાજિક સંસ્થાઓ માટે ઉપક્રમશીલતા દાખવીને કામગીરી કરવા માટે મોટું ક્ષેત્ર બાકી રહે છે. બીજું, શિક્ષણ સંસ્થાના સંચાલકો પોતે નિષ્ક્રિય જ રહ્યા છે. સંચાલકોમાં કેળવણી મંડળોના હોદેદારો તેમ જ શિક્ષણ સંસ્થાઓના હાકેમો (કુલપતિઓ અને આચાય) નો સમાવેશ થાય છે. તેમણે પોતાની સંસ્થાઓમાં વિશિષ્ટ અને નવી પ્રવૃત્તિઓ હાથ ધરીને તેમાં સમાજને સામેલ કરવાની કોઈ ઉપક્રમશીલતા